________________
પ્રકરણ ૩૪/અધ્યયન નિાપ
૫૧૯ |
'ચોત્રીસમું પ્રકરણ બીજું અનુયોગદ્વાર - નિક્ષેપ [અધ્યયન – નિક્ષેપ
નિક્ષેપના પ્રકાર :| १ से किं तं णिक्खेवे ?
णिक्खेवे तिविहे पण्णत्ते, तं जहा- ओहणिप्फण्णे य णामणिप्फण्णे य सुत्तालावगणिप्फण्णे य । ભાવાર્થ :- પ્રશ્ન- નિક્ષેપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– નિક્ષેપના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) ઓઘનિષ્પન્ન નિક્ષેપ, (૨) નામનિષ્પન્ન નિક્ષેપ, (૩) સુત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ.
વિવેચન :
ઈષ્ટ વસ્તુના નિર્ણય માટે અપ્રકૃત(અપ્રાસંગિક) અર્થનું નિરાકરણ કરી પ્રકૃત(પ્રાસંગિક) અર્થનું વિધાન કરવું તે નિક્ષેપ કહેવાય છે. એક શબ્દના અનેક અર્થ થાય છે. પ્રસંગાનુસાર અન્ય અર્થોને દૂર કરી ઉચિત અર્થને ગ્રહણ કરવો, તેને નિક્ષેપ કહેવામાં આવે છે. નિક્ષેપ એટલે મૂકવું. શબ્દને અનેક અર્થમાંથી ઈષ્ટ અર્થમાં મૂકવો તેને નિક્ષેપ કહે છે. જેમ કે 'ઈન્દ્ર' શબ્દના અનેક અર્થ થાય છે. કોઈ વ્યક્તિનું નામ ઈન્દ્ર હોય તો તે ઈન્દ્ર શબ્દથી ગ્રહણ થાય. ઈન્દ્રની પ્રતિમા ઈન્દ્ર કહેવાય, કોઈ વ્યક્તિ ઈન્દ્ર બનવાની હોય તે ઈન્દ્ર કહેવાય અને દેવોના અધિપતિ પણ ઈન્દ્ર કહેવાય છે."કોઈ કહે ઈન્દ્રને આ વસ્તુ આપો" ત્યારે દેવોના અધિપતિ ઈન્દ્રને આપવા ન જવાય. ત્યારે જે વ્યક્તિનું ઈન્દ્ર નામ હોય તે વ્યક્તિરૂપ અર્થ ગ્રહણ કરી તેને વસ્તુ અપાય. 'રાજકુંવરી ઈન્દ્રની પૂજા કરશે' તેમ કોઈ કહે ત્યારે વ્યક્તિરૂપ ઈન્દ્રની વાત નથી પણ પ્રતિમા ઈન્દ્રની પૂજા, આ અર્થ ગ્રહણ કરાય છે. આ રીતે અપ્રકૃત અર્થને દૂર કરી, પ્રકૃત-ઈષ્ટ અર્થના વિધાનને નિક્ષેપ કહે છે.
(૧) ઓઘનિષ્ણન - સામાન્યરૂપે અધ્યયન વગેરે શ્રુતનામથી નિષ્પન્ન નિક્ષેપને ઘનિષ્પન્ન નિક્ષેપ કહે છે.