________________
'પ્રકરણ ૩૦/અનંત સુધીની ગણના
૪૮૭
પ્રશ્ન- પરિત્તાનંતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પરિત્તાનંતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ. પ્રશ્ન-યુક્તાનંતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- મુક્તાનંતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. પ્રશ્ન- અનંતાનંતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- અનંતાનંતના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– જઘન્ય, મધ્યમ.
વિવેચન :
આ સૂત્રોમાં પ્રશ્નોત્તર દ્વારા સંખ્યાત, અસંખ્યાત અને અનંતના ભેદ-પ્રભેદનો નામોલ્લેખ છે. સંખ્યાતના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ ભેદ છે. અસંખ્યાતના પરિત્ત, યુક્ત અને અસંખ્યાત તેવા ત્રણ ભેદ છે. તે ત્રણેના પુનઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ ભેદ, એમ કુલ નવ ભેદ છે. અનંતના પણ પરિત્ત, યુક્ત, અનંત આ રીતે ત્રણ ભેદ છે. તેના પુનઃ જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ, એમ ત્રણ ત્રણ ભેદ છે. તેથી કુલ નવ ભેદ છે. તેમાં અંતિમ નવમો ભેદ ઉત્કૃષ્ટ અનંતાનંત શૂન્ય છે. ઉત્કૃષ્ટ અનંતમાં જગતની કોઈપણ વસ્તુ નથી માટે આઠ ભેદ જ કહી શકાય.
અસંખ્યાત, અનંતના ભેદોનું વર્ણન કરવા માટે પ્રથમ સંખ્યાતની પ્રરૂપણા કરે છે.
સંખ્યાત :| ५ जहण्णयं संखेज्जयं केत्तियं होइ ? दोरूवाइं, तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाइं जाव उक्कोसयं संखेज्जयं ण पावइ ।। ભાવાર્થ - પ્રશ્ન- જઘન્ય સંખ્યા કેટલા પ્રમાણમાં હોય છે? અર્થાત્ કઈ સંખ્યાને જઘન્ય સંખ્યાત કહેવામાં આવે છે?
ઉત્તર- બે સંખ્યા જઘન્ય સંખ્યાત કહેવાય છે. ત્યાર પછીના ત્રણ, ચાર વગેરે ઉત્કૃષ્ટ સંખ્યાત પર્યત મધ્યમ સંખ્યાત કહેવાય છે. |६ उक्कोसयं संखेज्जयं केत्तियं होइ ?
उक्कोसयस्स संखेज्जयस्स परूवणं करिस्सामि- से जहाणामए पल्ले सिया, एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साई सोलस य सहस्साइं दोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं