________________
પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ—સંખ્યા(શંખ)
૪૮૧
परिमाणसंखा दुविहा पण्णत्ता, तं जहा- कालियसुयपरिमाणसंखा दिट्ठिवायसुय परिमाणसंखा य ।
ભાવાર્થ :- પ્રશ્ન- પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– પરિમાણ સંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કાલિકશ્રુત પરિમાણ સંખ્યા (૨) દૃષ્ટિવાદ શ્રુતપરિમાણ સંખ્યા.
વિવેચન :
જેની ગણના કરવામાં આવે તે સંખ્યા અને જે સંખ્યામાં પર્યવ—પરિમાણનો વિચાર કરવામાં આવે તેને પરિમાણ સંખ્યા કહે છે.
કાલિકશ્રુત પરિમાણ સંખ્યા :
२१ से किं तं कालियसुयपरिमाणसंखा ?
कालियसुयपरिमाणसंखा अणेगविहा पण्णत्ता, तं जहा- पज्जवसंखा अक्खरसंखा संघायसंखा पदसंखा पादसंखा गाहासंखा सिलोगसंखा वेढ संखा णिज्जुत्तिसंखा अणुओगदारसंखा उद्देसगसंखा अज्झयणसंखा सुयखंधसंखा अंग- संखा । से तं कालियसुयपरिमाणसंखा ।
ભાવાર્થ :- પ્રશ્ન- કાલિક શ્રુત પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર કાલિક શ્રુત પરિમાણ સંખ્યા અનેક પ્રકારની છે તે આ પ્રમાણે. (૧) પર્યવ સંખ્યા, (૨) અક્ષર સંખ્યા, (૩) સંઘાત સંખ્યા, (૪) પદ સંખ્યા, (૫) પાદ સંખ્યા, (૬) ગાથા સંખ્યા, (૭) શ્લોક સંખ્યા, (૮) વેષ્ટક સંખ્યા, (૯) નિર્યુક્તિ સંખ્યા, (૧૦) અનુયોગદ્વાર સંખ્યા, (૧૧) ઉદ્દેશક સંખ્યા, (૧૨) અધ્યયન સંખ્યા, (૧૩) શ્રુતસ્કન્ધુ સંખ્યા, (૧૪) અંગ સંખ્યા. આ કાલિકશ્રુત પરિમાણ સંખ્યા છે.
વિવેચન :
દિવસ અને રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં જે શ્રુતની સ્વાધ્યાય કરવામાં આવે તેને કાલિક શ્રુત કહેવામાં આવે છે. અગિયાર અંગ, અંગ પ્રવિષ્ટ કાલિક શ્રુત કહેવાય છે. નંદીસૂત્ર અનુસાર ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, વ્યવહારસૂત્ર, નિશીથસૂત્ર વગેરે અંગ બાહ્ય કાલિક શ્રુત છે. તે કાલિક શ્રુતના અક્ષર, પદ, ગાથા, અધ્યયન વગેરેની સંખ્યાના પરિમાણનો વિચાર કરવામાં આવે તે કાલિક શ્રુત પરિમાણ સંખ્યા કહેવાય છે. સૂત્રમાં ચૌદ સંખ્યા પરિમાણ કહ્યા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે–
(૧) પર્યવ સંખ્યા :– પર્યાય અથવા ધર્મ, તેની સંખ્યાને પર્યવ સંખ્યા કહે છે.