________________
પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ—સંખ્યા(શંખ)
કથન નથી પરંતુ શંખભવ પ્રાપ્ત કરનારના પૂર્વભવનું કથન છે. માટે આ ત્રણે ભેદ ભૂત અને ભવિષ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય શંખ કહેવાય છે. દ્રવ્યશંખ રૂપે એકભવિક જ ગ્રહણ કરી શકાય. ભાવશંખનું અવ્યવહિત કારણ પૂર્વનો એક ભવ જ છે. દ્વિભવિક, ત્રિભવિક વગેરે ભાવશંખના અવ્યવહિત કારણ નથી. માટે તેનું દ્રવ્ય શંખ રૂપે ગ્રહણ થઈ શકે નહીં. એકભવિક જીવ વર્તમાન ભવનું આયુષ્ય પૂર્ણ કરી અવશ્ય શંખરૂપે ઉત્પન્ન થવાનો છે, તેથી તેને દ્રવ્યશંખ કહ્યો છે.
૪૭૫
११ एग भविए णं भंते ! एगभविए त्ति कालओ केवचिरं होइ ? जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક વિક શંખ 'એક ભવિક' રૂપે કેટલો સમય રહે છે ?
ઉત્તર– એક ભવિક જીવ એક ભવિક રૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ પર્યંત રહે છે. વિવેચન :
આ સૂત્રમાં એક ભવિક દ્રવ્યશંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની કહી છે. પૃથ્વી આદિ ભવમાં અંતર્મુહૂર્ત રહી, મૃત્યુ પામી શંખરૂપે ઉત્પન્ન થાય ત્યારે તે જીવ અંતર્મુહૂર્ત સુધી એકભવિક દ્રવ્યશંખ કહેવાય છે. કોઈપણ ગતિમાં જીવનું ઓછામાં ઓછુ અંતર્મુહૂર્તનુ આયુષ્ય હોય જ માટે એકભવિકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત કહી છે. ક્રોડપૂર્વના આયુષ્યવાળા મસ્ત્યાદિ મરીને શંખપણે ઉત્પન્ન થવાના હોય, તે અપેક્ષાએ એક ભવિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વ કહી છે. ક્રોડપૂર્વથી વધુ આયુષ્ય હોય તો તે અસંખ્યાત વર્ષનું આયુષ્ય કહેવાય અને તેવા જીવ નિશ્ચયથી દેવરૂપે ઉત્પન્ન થાય. ક્રોડપૂર્વથી વધુ આયુષ્યવાળા શંખાદિ રૂપે ઉત્પન્ન થતા નથી. તેથી એકભવિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વની છે. १२ बद्धाउ णं भंते ! बद्धाउए त्ति कालओ केवचिरं होइ ? जहणणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडीतिभागं ।
ભાવાર્થ :- પ્રશ્ન- બદ્ઘાયુષ્ક જીવ બદ્ઘાયુષ્કરૂપે કેટલો કાળ રહે છે ?
ઉત્તર– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વના ત્રીજા ભાગ સુધી બદ્ઘાયુષ્ય રૂપે રહે છે. વિવેચન :
તે
કોઈ જીવ વર્તમાન આયુષ્ય ભોગવતાં ભોગવતાં પરભવનું આયુષ્ય બાંધી લે ત્યારથી તે બદ્ઘાયુષ્ક કહેવાય છે. બદ્ઘાયુષ્ક દ્રવ્યશંખના વિચારમાં (૧) કોઈ જીવ વર્તમાન ભવનું અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય બાકી હોય અને શંખાયુષ્યનો બંધ કરે તો તે અપેક્ષાએ બદ્ઘાયુષ્ક દ્રવ્યશંખની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત જાણવી. (૨) કોઈ જીવનું વર્તમાન આયુષ્ય પૂર્વક્રોડનું હોય અને તેનો ત્રીજો ભાગ શેષ હોય ત્યારે શંખાયુષ્યનો બંધ કરે તો તે અપેક્ષાએ બદ્ઘાયુષ્ક દ્રવ્યશંખની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વક્રોડના ત્રીજાભાગ જેટલી જાણવી.