________________
૪૭૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર- હા, ઘી ભરવા માટે ઘડો લાવવામાં આવ્યો હોય, હજુ તેમાં ઘી ભર્યું ન હોય છતાં પણ તે ઘડા માટે ઘીનો ઘડો' તેવો શબ્દપ્રયોગ થાય છે. તેમ આ બાળકે હજુ સંખ્યાપદનું જ્ઞાન મેળવ્યું નથી પણ આ શરીર દ્વારા ભવિષ્યમાં સંખ્યા પદને જાણશે, માટે બાળકના આ શરીરને ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા કહેવામાં આવે છે.
વિવેચન :
અહીં જ્ઞાયકશરીરમાં ભૂતકાલના કારણે નોઆગમતઃ દ્રવ્ય સંખ્યા અને ભવ્ય શરીરમાં ભવિષ્યકાલના કારણે નો આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેલ છે. જ્ઞાયક શરીરમાં મૃત શરીરનું કથન અને ભવ્ય શરીરમાં નવજાત બાળકનું કથન છે.
જ્ઞાચક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય શંખ - १० से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वसंखा ?
जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वसंखा तिविहा पण्णत्ता, तं जहाएगभविए, बद्धाउए, अभिमुहणामगोत्ते य । ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશંખનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જ્ઞાયક શરીર ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્યશખ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) એકભવિક, (૨) બદ્ધાયુષ્ક (૩) અભિમુખ નામ ગોત્ર. વિવેચન :
આ સૂત્રમાં સંખ' શબ્દથી બેઈદ્રિય જીવવાળા શંખને ગ્રહણ કર્યો છે. 'સીં'શબ્દની સંસ્કૃત છાયા સંખ્યા અને શંખ બંને થાય છે. તદુવ્યતિરિક્ત નોઆગમતઃ દ્રવ્ય સંખ્યામાં ત્રણ પ્રકારના શંખનું ગ્રહણ કર્યું છે– (૧) એકભવિક, (૨) બદ્ધયુષ્ક, (૩) અભિમુખ નામગોત્ર.
(૧) એકભવિક– જે જીવ વર્તમાનભવનું આયુષ્ય પૂર્ણ કરી શંખ રૂપે ઉત્પન્ન થવાના જ છે, તે એક ભવિક કહેવાય છે, (૨) બદ્ઘાયુષ્ક– જે જીવ વર્તમાન ભવ પછી 'શંખ' રૂપે ઉત્પન્ન થવાના છે અને શંખ પર્યાય યોગ્ય આયુષ્યનો બંધ કરી લીધો છે, તે બદ્ધાયુષ્ક કહેવાય છે, (૩) અભિમુખ નામગોત્ર-જે જીવ નિકટના ભવિષ્યમાં શંખરૂપે ઉત્પન્ન થવાના છે. વર્તમાન ભવના આયુષ્યનો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જેટલો સમય જ બાકી છે. એક સમય કે અંતમુહૂર્ત પછી તે જીવને શંખાયુષ્ય, બેઈન્દ્રિય જાતિ વગેરે પ્રકૃતિઓ ઉદયાભિમુખ થશે, તેવા જીવને અભિમુખ નામગોત્ર શંખ કહેવામાં આવે છે.
તદુવ્યતિરિક્તના ત્રણ ભેદોમાં શંખનું જ્ઞાન ભૂતકાળમાં હોય તેનું અથવા ભવિષ્યમાં મેળવનારનું