________________
પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ-સંખ્યા(શંખ)
૪૬૯ ]
' ઓગણત્રીસમું પ્રકરણ ભાવપ્રમાણમાં - સંખ્યા શંખપ્રમાણ
સંખ્યા પ્રમાણનું સ્વરૂપ :| १ से किं तं संखप्पमाणे ? __संखप्पमाणे अट्ठविहे पण्णत्ते, तं जहा- णामसंखा ठवणसंखा दव्वसंखा ओवम्मसंखा परिमाण संखा जाणणासखा गणणासंखा भावसंखा । ભાવાર્થ - પ્રશ્ન- સંખ્યા પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સંખ્યા પ્રમાણના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) નામ સંખ્યા, (૨) સ્થાપના સંખ્યા, (૩) દ્રવ્ય સંખ્યા, (૪) ઔપભ્ય સંખ્યા, (૫) પરિમાણ સંખ્યા, (૬) જ્ઞાન સંખ્યા, (૭) ગણના સંખ્યા, (૮) ભાવ સંખ્યા.
વિવેચન :
ગણનાને સંખ્યા કહેવામાં આવે છે અથવા જેના દ્વારા ગણના કરાય તેને સંખ્યા કહેવામાં આવે છે. સંખ્યા રૂપ પ્રમાણ સંખ્યા પ્રમાણ છે. પ્રાકૃત વ્યાકરણના 'શો' આ સૂત્ર દ્વારા શ ના સ્થાને 'સં' આદેશ થાય છે, શંખ શબ્દમાં શ નો સ થવાથી સહી શબ્દ બને છે. આ સંખા શબ્દ શંખ અને સંખ્યા બંનેનો વાચક છે. ' શબ્દથી સંખ્યા અને શંખ આ બંને અર્થ ગ્રહણ થાય છે. નામ–સ્થાપના વગેરેમાં સંખ્યા અને શંખમાંથી જે શબ્દ ઘટિત થતો હોય ત્યાં તે શબ્દ સૂત્રકારે યોજેલ છે.
નામ-સ્થાપના સંખ્યા :| २ से किं तं णामसंखा?
णामसंखा- जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा संखा ति णामं कज्जइ । से तं णामसंखा । ભાવાર્થ :- પ્રશ્ન- નામ સંખ્યાનું સ્વરૂપ કેવું છે?