________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
૪૧૩ |
અર્થાત્ ગર્ભજ મનુષ્યો ર૯ અંક પ્રમાણ હોય છે. તે અંક સ્થાપના આ પ્રમાણે છે. ૭૯૨૨૮૧૨, ૫૧૪૨૬૪ ૩૩, ૭૫૯૩૫૪૩૯, ૫૦૩૩૬. આ ૨૯ આંક ત્રણ યમલપદથી વધુ અને ૪ યમલ પદની અંદર છે. શાસ્ત્રીય પરિભાષા અનુસાર આઠ-આઠ પદોને એક યમલ કહેવામાં આવે છે. આઠનો ઝૂમખો યમલ કહેવાય છે. ૩ યમલ એટલે ૩૪૮= ૨૪ અંક થાય. ગર્ભજ મનુષ્યો ર૯ અંક પ્રમાણ હોવાથી ૩યમલ-૨૪ કરતાં પાંચ અંક વધુ થાય, માટે ત્રણયમલથી વધુ અને ચોથાયમલમાં ૩ અંક ઓછા રહે તેથી ૪ યમલની અંદર કહ્યા છે.
(૨) ગર્ભજ મનુષ્યો સંખ્યાત કોટાકોટિ (૨૯ અંક) પ્રમાણ છે. તે બીજી રીતે સૂત્રકાર સ્પષ્ટ કરે છે. પંચમ વર્ગથી છઠા વર્ગને ગુણતાં જે રાશિ પ્રાપ્ત થાય તે રાશિપ્રમાણ ગર્ભજ મનુષ્યોની સંખ્યા છે.
કોઈપણ અંક રાશિને તે જ અંકરાશિથી ગુણવામાં આવે તેનું ગુણનફળ વર્ગ કહેવાય છે. વર્ગનો પ્રારંભ બે સંખ્યાથી થાય છે, એકને એકથી ગુણતા ગુણનફળ એક જ આવે તેમાં સંખ્યામાં વૃદ્ધિ થતી નથી, તેથી એકની વર્ગરૂપે ગણના થતી નથી. વર્ગની શરૂઆત બેથી થાય છે ૨૪૨ = ૪, ચાર પ્રથમ વર્ગ છે. ૪૪૪ = ૧૬ સોળ તે બીજો વર્ગ, ૧૬૪૧૬ = ૨૫તે ત્રીજો વર્ગ છે. તે જ રીતે ૨૫૬૪૨૫૬ = ૬૫૫૩૬ તે ચોથો વર્ગ છે. તેમજ ૬૫૫૩૬૪૫૫૩૬ = ૪૨૯૪૯૬૭૨૯૬. ૪ અરબ, ૨૯ કરોડ, ૪૯ લાખ, ૭ હજાર ર૯૬ તે પાંચમો વર્ગ છે અને આ અંકરાશિને પરસ્પર ગુણતા ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬ રાશિ થાય તે છઠ્ઠો વર્ગ છે. આ છઠ્ઠાવર્ગને પાંચમાં વર્ગથી ગુણિત કરતાં ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫ ૪૩૯૫૦૩૩૬ આ ર૯ અંક પ્રમાણ રાશિ નિષ્પન્ન થાય છે. જઘન્ય પદે ગર્ભજ મનુષ્યો આ ર૯ આંક પ્રમાણ જાણવા. તે ર૯ આંકને કથન કરવાની રીત આ પ્રમાણે છે.
સાત કોટાકોટિ–કોટાકોટિ, ૯૨ લાખ કોટાકોટિ કોટિ, ૨૮ હજાર કોટાકોટિ કોટિ, ૧00 કોટાકોટિ કોટી, દર કોટાકોટિ કોટિ, ૫૧ લાખ કોટાકોટિ, ૪૨ હજાર કોટાકોટિ, 00 કોટાકોટિ, ૪૩ કોટાકોટિ, ૩૭ લાખ કોટિ, ૫૯ હજાર કોટિ, ૩00 કોટિ, ૫૪ કોટિ, ૩૯ લાખ, ૫૦ હજાર ૩૩૬. (૩) મનુષ્યોનાબદ્ધ ઔદારિક શરીર જઘન્યપદે ૯૬ છેદનકદાયીરાશિ તુલ્ય હોય છે. અંક રાશિના અર્ધભાગ કરવામાં આવે તે છેદનક કહેવાય છે. એકવાર અર્ધભાગ થાય તો એક છેદનક કહેવાય. બે વાર અર્ધભાગ કરી એક પર્યત પહોંચાય તો તેના બે છેદનક કહેવાય અને ત્રણ અર્ધભાગ થાય તો તેના ૩છેદનક કહેવાય. જેમ કે પ્રથમ વર્ગ ૪ છે. તેના બે છેદનક થશે. પહેલો અર્ધભાગ-૨ થશે અને તે બે નો પાછો અર્ધભાગ કરતાં એક થશે. માટે ૪ અંકના બે છેદનક કહેવાય. બીજો વર્ગ ૧૬ છે તો તેના ૪ છેદન થાય. પ્રથમ છેદનક ૮, બીજો છેદનક-૪, ત્રીજો છેદનક–૨ અને ચોથો છેદનક એક થશે. તૃતીય વર્ગ ૨૫ગ્ના આઠ છેદનક છે. ચોથા વર્ગના ૧૬, પંચમવર્ગના ૩ર અને છઠા વર્ગના ૬૪ છેદનક છે. પાંચમાં છઠા વર્ગના છેદનકને જોડવાથી ૯૬ છેદનક થશે. આ ૯૬ છેદનક કરનારી રાશિ છે અથવા એક અંકને સ્થાપિત કરી ઉત્તરોત્તર ૯૬ વાર બમણા–બમણા(ડબલ-ડબલ) કરતાં જે રાશિ આવે તે ૯૬ છેદનક રાશિ કહેવાય છે. ૯૬ વાર છેદ આપી શકાય તેવી રાશિ ૨૯ અંક પ્રમાણ છે અને તેટલા ગર્ભજ મનુષ્ય હોય છે. તેટલા જ જઘન્યપદે બદ્ધ ઔદારિક શરીર જાણવા.