________________
૪૧૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
जे ते बद्धेल्लया ते णं संखेज्जा, समए समए अवहीरमाणा संखेज्जेणं कालेणं अवहीरति, णो चेव णं अवहिया सिया । मुक्केल्लया जहा ओहिया ओरालिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને કેટલા વૈક્રિય શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! મુનષ્યોને બે પ્રકારના વૈક્રિય શરીર કહ્યા છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીર છે તે સંખ્યાત છે. સમયે-સમયે અપહૃત કરતાં, સંખ્યાતકાળમાં અપહૃત થાય છે પણ તેમ કોઈ અપહૃત કરતું નથી. મુક્ત વૈક્રિય શરીર, મુક્ત ઔદારિક પ્રમાણે જાણવા. |३० मणूसाणं भंते ! केवइया आहारयसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं सिय अस्थि सिय णत्थि जइ अस्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं सहस्सपुहुत्तं । मुक्केल्लया जहा ओहिया ओरालिया।
तेयग-कम्मसरीरा जहा एएसिं चेव ओहिया ओरालिया तहा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોને કેટલા આહારક શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! મનુષ્યોને આહારક શરીર બે પ્રકારના હોય છે. બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ ક્યારેક હોય ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જઘન્ય એક—બે-ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર (બે હજાર થી નવ હજાર) હોય છે. મુક્ત આહારક શરીર મુક્ત ઔદારિકની જેમ અનંત હોય છે.
મનુષ્યના બધ-મુક્ત તૈજસ, કાર્મણ શરીર, મનુષ્યોના બદ્ધ મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા. વિવેચન :
મનુષ્યને ભવ સ્વભાવથી ઔદારિક શરીર છે. મનુષ્યના બદ્ધ ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય, કદાચિત્ અસંખ્યાત હોય. મનુષ્ય બે પ્રકારના છે. (૧) ગર્ભજ મનુષ્ય (૨) સંમૂર્છાિમ મનુષ્ય. સંમૂર્છાિમ મનુષ્યનો ઉત્પત્તિ વિરહકાળ ૨૪ મુહૂર્તનો હોય છે. જ્યારે વિરહકાળ હોય ત્યારે એક પણ સંમશ્કેિમ મનુષ્ય ન હોય. તે સમયે એકલા ગર્ભજ મનુષ્યો હોય ત્યારે તે સંખ્યાત હોય છે. તેથી બદ્ધ
ઔદારિક શરીર કદાચિત્ સંખ્યાત હોય તેમ કહ્યું છે અને સંમૂર્છાિમ મનુષ્યનો વિરહકાળ ન હોય ત્યારે મનુષ્યના ઔદારિક શરીર અસંખ્યાત હોય છે. સંમૂર્છાિમ મનુષ્યો એક શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા હોય છે. ગર્ભજ અને સમૃદ્ઘિમ બંને મનુષ્યો મળીને અસંખ્યાત હોય માટે બંનેના મળીને બદ્ધ ઔદારિક શરીર પણ અસંખ્યાત હોય છે. ગર્ભજ મનુષ્ય સંખ્યાત છે. તેનું સંખ્યાત કોટાકોટિનું પરિમાણ શાસ્ત્રકારે જુદી-જુદી અનેક રીતે બતાવ્યું છે. જેમકે – (૧) ગર્ભજ મનુષ્યો જઘન્યપદે સંખ્યાત કોટાકોટિ પ્રમાણ છે. આ સંખ્યાત કોટાકોટિ ર૯ અંક પ્રમાણ છે