________________
[ ૩૯૮]
શ્રી અયોગવાર સૂત્ર
જાણવા.
દ્રવ્યની અપેક્ષાએ મુક્ત તેજસ શરીર સર્વજીવથી અનંતગણા અધિક છે અથવા જીવવર્ગના અનંતમાં ભાગે છે. આ બંને કથનનું તાત્પર્ય એક જ છે, કથનમાં ભિન્નતા છે અર્થમાં નહીં. અસત્કલ્પના દ્વારા સર્વ જીવાદિની સંખ્યા કલ્પી કરવામાં આવેલ ઉપરોક્ત ગણિતમાં બંને રીતે હિસાબ કરતાં ૧૦ લાખનો જ ઉત્તર પ્રાપ્ત થાય છે.
કાર્પણ શરીર સંખ્યા પરિમાણ :१५ केवइया णं भंते ! कम्मयसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । जहा तेयगसरीरा तहा कम्मगसरीरा वि भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કાશ્મણ શરીરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! કાશ્મણ શરીરના બે પ્રકાર છે. બદ્ધ અને મુક્ત. જેમ તૈજસ શરીરની વક્તવ્યતા પૂર્વે કહી છે તે જ રીતે કાર્પણ શરીર માટે કહેવું. વિવેચન :તૈજસ કામણ શરીરના મુશ્કેલગ:- આ બંને શરીર જીવ સાથે અનાદિકાલથી છે. જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે જ તે આ બે શરીરને છોડે છે, તો પ્રશ્ન થાય છે કે સિદ્ધ થયા પહેલાં જીવને તૈજસ કાર્પણ શરીરના મુક્કલગ કેમ હોય? સમાધાન એ છે કે શરીરધારી જીવને તે ઔદારિક તૈજસ કાર્મણ આદિ શરીરના પુલ સમયે-સમયે ક્ષીણ થતા રહે છે. તેમાં ચય અને ઉપચય થતા રહે છે. તેથી તે શરીરના જીર્ણ-શીર્ણ અને ત્યક્ત પુગલ લોકમાં રહે છે. માટે દરેક જીવને તૈજસ કાર્મણના મુશ્કેલગ અનંત કહ્યા છે. આ અપેક્ષાએ જ આહારક શરીરના મુક્કલગ પણ અનંત થાય છે.
કાર્મણ શરીર સર્વ સંસારી જીવને હોય છે માટે તેની સંખ્યા અનંત છે. તૈજસ અને કાર્પણ શરીરની સંખ્યા અને સ્વામી સમાન છે. આ બંને શરીર સાથે જ રહે છે. તેથી બંનેની સંખ્યા પરિમાણ સમાન છે. તેથી સૂત્રકારે કાશ્મણ શરીરમાં તૈજસ શરીરની જેમ સંખ્યા પ્રમાણ જાણી લેવાનું કથન કર્યું છે. હવે પછી શાસ્ત્રકાર નારકી આદિ દંડકમાં બદ્ધ મુક્ત શરીરનું પ્રરૂપણ કરે છે– નારકોમાં પાંચે શરીરનું સંખ્યા પરિમાણ :|१६ रइयाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य ।