________________
પ્રકરણ ૨૬/બદ્ધ મુક્ત શરીર
વિવેચન :
બદ્ધ તૈજસ શરીર પરિમાણ :- બદ્ધ તૈજસ શરીર અનંત છે. સર્વ સંસારી જીવને તૈજસ શરીર સ્વતંત્ર—પોતપોતાનું હોય છે. સાધારણ શરીરી નિગોદિયા જીવને ભલે ઔદારિક શરીર સાધારણ હોય [અનંતજીવોનું એક હોય] પરંતુ તૈજસ–કાર્યણ શરીર તેઓને પૃથક—પૃથક હોય છે. તેથી જેટલા સંસારી જીવ છે, તેટલા બદ્ધ તેજસ શરીર જાણવા. તેની સંખ્યા બતાવતા સૂત્રકાર કહે છે. (૧) કાળથી તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય તેટલા છે. (૨) ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે અર્થાત્ અનંતલોકના જેટલા આકાશપ્રદેશ તેટલા બદ્ધ તૈજસ શરીર છે. (૩) દ્રવ્યથી સિદ્ધજીવો કરતાં અનંતગુણ અધિક અને સર્વજીવો કરતાં અનંતમા ભાગે ન્યૂન હોય છે.
૩૯૭
તેજસ શરીર સર્વ સંસારી જીવને અવશ્ય હોય છે. સંસારી જીવ સિદ્ધો કરતાં અનંત ગુણ અધિક છે. તેથી બદ્ધ શરીર પણ સિદ્ધ કરતાં અનંત ગુણ અધિક થાય, સર્વ જીવ રાશિમાંથી સિદ્ધજીવોને તેજસ કાર્પણ શરીર ન હોય, સિદ્ધો સર્વ જીવ રાશિથી અનંતમા ભાગ જેટલા ન્યૂન છે. તેથી તે ઓછા કરતાં તૈજસ શરીર સર્વ જીવોના અનંતમા ભાગે ન્યૂન હોય છે. આ રીતે બદ્ધ તૈજસ શરીર સિદ્ધોથી અનંત ગુણ અધિક અથવા સર્વ જીવરાશિના અનંતમા ભાગે ન્યૂન હોય છે.
મુક્ત તૈજસ શરીર પરિમાણ :- મુક્ત તૈજસ શરીર પણ અનંત છે. (૧) કાળની અપેક્ષાએ તે અનંત ઉત્સર્પિણી—અવસર્પિણીના સમય પ્રમાણ છે, (૨) ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે અર્થાત્ અનંત લોકના જેટલા આકાશપ્રદેશ તેટલા મુક્ત તૈજસ શરીર છે. (૩) દ્રવ્યથી મુક્ત તૈજસ શરીર સર્વ જીવોથી અનંતગુણ અધિક છે. તેમજ સર્વ જીવવર્ગના અનંતમા ભાગ પ્રમાણ છે અર્થાત્ સર્વ જીવ સંખ્યાને તે જ સંખ્યાથી ગુણા કરતાં જે રાશિ પ્રાપ્ત થાય, તેના અનંતમા ભાગ જેટલા તૈજસના મુક્ત શરીર છે.
પ્રત્યેક જીવે ભૂતકાળમાં અનંત—અનંત તૈજસ શરીરોને છોડ્યા છે. જીવ તે શરીરને છોડી દે પછી અસંખ્યાતકાળ સુધી તૈજસ પુદ્દગલ રૂપે તે મુક્ત તૈજસ શરીર રહી શકે છે. પ્રત્યેક જીવના મુક્ત તૈજસ શરીર અનંત હોવાથી તેની સંખ્યા સમસ્ત જીવોથી અનંતગણી વધુ થાય છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે વોની વર્ગ સંખ્યાના અનંતમા ભાગ પ્રમાણ છે.
કોઈપણ રાશિને તે જ રાશિથી ગુણવામાં આવે તે વર્ગ કહેવાય છે. જેમ કે ૪×૪ = ૧૬. આ ૧૬ સંખ્યા ચારનો વર્ગ કહેવાય. જીવરાશિને જીવરાશિથી ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તે જીવવર્ગ કહેવાય. સર્વ જીવરાશિને આપણે ૧૦,૦૦૦ કલ્પીએ અને અનંતની જગ્યાએ ૧૦૦ કહપીએ. મુક્ત તૈજસ શરીર સર્વજીવથી અનંતગુણ અધિક છે. સર્વ જીવ એટલે ૧૦૦૦૦ અને અનંત એટલે ૧૦૦ ને ગુણતા ૧૦૦૦0x ૧૦૦ - ૧00000૦ (૧૦ લાખ) થાય છે. અન્ય રીતે જોઈએ તો સર્વ જીવરાશિના વર્ગના અનંતમા ભાગે છે. સર્વ જીવરાશિનો વર્ગ એટલે ૧૦,૦૦૦ × ૧૦,૦૦૦ - ૧૦૦૦૦૦૦ (૧૦ કરોડ) જીવવર્ગ થાય અને તેનો અનંતમો ભાગ એટલે ૧૦૦ મો ભાગ અર્થાત્ ૧૦ કરોડ - ૧૦૦ - ૧૦ લાખ. ૧૦ લાખ તે ૧૦ કરોડનો ૧૦૦ મો ભાગ થાય. આમ સર્વ જીવવર્ગના અનંતમા ભાગ પ્રમાણ મુક્ત તૈજસ શરીર