________________
[ ૩૭૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
सागरोवमाई उक्कोसेणं तेत्तीसं सागरोवमाई ।
सव्वट्ठसिद्धे णं भंते ! महाविमाणे देवाणं जाव अजहण्णमणुक्कोसं तेत्तीसं सागरोवमाई । से तं सुहुमे अद्धापलिओवमे । से तं अद्धापलिओवमे । ભાવાર્થ – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે.
પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવોની સ્થિતિ કેટલા કાળની છે? ઉત્તર- સવાર્થસિદ્ધ મહાવિમાનના દેવોની સ્થિતિ અજઘન્ય–અનુત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે.
આ રીતે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અાપલ્યોપમની વક્તવ્યતા પૂર્ણ થાય છે. વિવેચન :
સૌધર્મ દેવલોકથી અશ્રુત પર્વતના ૧૨ દેવલોકને કલ્પપપન્ન કહેવાય છે. તેમાં ઈન્દ્ર(રાજા સમાન), સામાનિક દેવો, સૈનિક દેવો તેવા ભેદ છે. રૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો કલ્પાતીત છે. ત્યાં ઈન્દ્ર સામાનિક આદિ ભેદ નથી તે સર્વ દેવો અહમેન્દ્ર છે અર્થાત્ સ્વયં રાજા જેવા છે. ત્યાં શાસક શાસ્તાના ભેદ નથી માટે તે કલ્પાતીત કહેવાય છે.
પ્રથમ બે દેવલોક સુધી દેવીઓ છે. તેમાં દેવોની ગ્રહણ કરેલી દેવીઓ પરિગૃહીતા કહેવાય છે અને કોઈ એક દેવની ગ્રહણ કરેલ ન હોય તેવી દેવીઓ અપરિગૃહિતા કહેવાય છે. ત્રીજા દેવલોકથી ઉપરના દેવલોકમાં દેવીઓ નથી. માટે બે દેવલોક સુધી જ દેવીઓની સ્થિતિ વર્ણવી છે. અહીં સુત્રમાં સૂત્રકારે પાંચ અનુત્તર વિમાનના નામ બતાવ્યા છે પણ રૈવેયકના નામ બતાવ્યા નથી. તે નામ આ પ્રમાણે છેઅધસ્તનત્રિકના ભદ્ર, સુભદ્ર, સુજાત, મધ્યમત્રિકના સૌમનસુ, પ્રિયદર્શન, સુદર્શન અને ઉપરિમત્રિકના અમોહ, સુમતિ, યશોધર. આ નવનામ રૈવેયકના છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં સર્વ જીવો એકાવતારી–એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જનારા હોય છે, તેથી તેને મહાવિમાન કહ્યું છે. સર્વાર્થસિદ્ધ સિવાયના અન્ય સર્વ દેવલોકોમાં જઘન્ય ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની સ્થિતિ હોય છે. જઘન્ય–ઉત્કૃષ્ટની વચ્ચેની સ્થિતિ મધ્યમ કહેવાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વ દેવોની એક સરખી ૩૩ સાગરોપમની જ સ્થિતિ હોય છે. તે સૂચવવા જ ત્યાં 'અજઘન્ય-અનુત્કૃષ્ટ' પદ આપ્યું છે. બધા જ દેવોની અપર્યાપ્ત અવસ્થાની સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે અને પર્યાપ્તાવસ્થાની સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન જે દેવલોકની જેટલી સ્થિતિ કહી છે, તેટલી જાણવી. અહીં પર્યાપ્તા–અપર્યાપ્તાનો ભેદ કર્યો ન હોવાથી સામાન્ય રૂપે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. તેથી અંતર્મુહુર્ત ચુન કહ્યું નથી. આ આયુ- સ્થિતિમાં પલ્યોપમ-સાગરોપમની જે સ્થિતિઓ છે તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ રૂપ જાણવી.
આ રીતે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમના વર્ણનમાં અહીં ચારગતિના જીવોની સ્થિતિનું વિસ્તૃત વર્ણન