________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
७ एवं सेसकाइयाणं पि पुच्छावयणं भाणियव्वं जाव आउकाइयाणं जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं सत्तवाससहस्साइं ।
૩૫૬
सुहुमआउकाइयाणं ओहियाणं अपज्जत्तयाणं पज्जत्तयाणं तिण्ह वि जहण्णेणं वि अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं ।
बादरआउकाइयाणं जहा ओहियाणं । अपज्जत्तयबादरआउकाइयाणं जाव जहण्णेणं वि उक्कोसेणं वि अंतोमुहुत्तं । पज्जत्तयबादरआउकाइयाणं जाव उक्कोसेणं सत्तवाससहस्साइं अंतोमुहुत्तूणाई ।
ભાવાર્થ :- અપકાયિકથી વનસ્પતિકાયિક સુધીના સ્થાવર જીવોની સ્થિતિ વિષયક પ્રશ્ન પૃથ્વીકાયિકની જેમ પૂછવા. તેના ઉત્તર આ પ્રમાણે છે.
અપકાયિકોની ઔધિક–સામાન્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭,૦૦૦ વર્ષની છે.
સૂક્ષ્મ અપકાયિકોની તથા અપર્યાપ્ત–પર્યાપ્ત અપકાયિકોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત
छे.
બાદર અપકાયિકોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭૦૦૦ વર્ષની છે.
અપર્યાપ્ત બાદર અપકાયિકોની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
પર્યાપ્ત બાદર અપકાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૭,૦૦૦ वर्षनी छे.
८ तेडकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि राइंदियाइं ।
सुहुमतेउकाइयाणं ओहियाणं अपज्जत्तयाणं पज्जत्तयाण य तिण्ह वि जहण्णेणं उक्कोसेणं य अंतोमुहुत्तं ।
बादरतेउकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि राइंदियाइं । अपज्जत्तयबायरतेडकाइयाणं जहण्णेणं उक्कोसेणं वि अंतोमुहुत्तं । पज्जत्तयबायरतेउकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि राइंदियाइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ :- તેજસ્કાયિકોની ઔઘિક સ્થિતિ જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની છે. ઔઘિક સૂક્ષ્મ તેજસ્કાયિકો તથા તેના અપર્યાપ્તા અને પર્યાપ્તાની જઘન્ય–ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે.