SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૩/કાલપ્રમાણ-પોપમ સ્વરૂપ ૮૪ લાખ ત્રુટિન – ૧ અડડાંગ ૮૪ લાખ અડડાંગ = ૧ અડડ ૮૪ લાખ અડડ = ૧ અવવાંગ ૮૪ લાખ અવવાંગ = ૧ અવવ ૮૪ લાખ અવવ - ૧ હુહુકાંગ ૮૪ લાખ હુહુકાંગ = ૧ હુહુક ૮૪ લાખ ક = ઉત્પલાંગ. ra આ રીતે ૮૪ લાખથી ગુણતાં ત્યાર પછીની રાશિ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. તેનો ક્રમ આ પ્રમાણે છે– ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રદ્યુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા શીર્ષ પ્રહેલિકા સુધી જ ગણના છે, ગણિતનો વિષય પણ ત્યાં સુધી જ છે, ત્યાર પછી ઉપમા કાળનો વિષય છે. વિવેચન : આ સૂત્રમાં ગણનાકાળનું વર્ણન છે. ગણનાકાળમાં સમય પછીનું પ્રથમ એકમ આવલિકા છે અને અંતિમ એકમ શીર્ષ પ્રહેલિકા છે. અમુક ગણનીય નિશ્ચિત સંખ્યાથી આવલિકાનો નિશ્ચય શક્ય નથી. તેથી જ સૂત્રમાં અસંખ્યાત સમયોની એક આવલિકા કહી છે. ઉચ્છવાસથી શીર્ષપ્રહેલિકા સુધીના માપ નિશ્ચિત સંખ્યાથી બતાવ્યા છે. ગ્રંયાંતરોમાં કાલગણનાના આ એકમો અને ક્રમમાં તફાવત જોવા મળે છે. શીર્ષપ્રહેલિકા સુધી જ ગણના કાળ છે. ત્યાર પછી ઉપમાનો આશ્રય લેવામાં આવે છે. ઔપમિક કાલપ્રમાણ : ६ से किं तं ओवमिए ? ओवमिए दुविहे पण्णत्ते, तं जहा- पलिओवमे य सागरोव य । ભાવાર્થ :- પ્રશ્ન- ઔપમિક કાળ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર- ઔપમિક કાલ પ્રમાણ બે પ્રકારનો છે, તે આ પ્રમાણે છે– પલ્યોપમ અને સાગરોપમ વિવેચન : પલ્સ એટલે ખાડો ધાન્ય ભરવાના પલ્ય. ખાડાની ઉપમાથી જે કાળમાનનો નિશ્ચય કરાય તે પલ્યોપમ અને સાગરની ઉપમાથી જે કાળમાન જાણી શકાય તે સાગરોપમ કહેવાય છે. પલ્યોપમ-સાગરોપમ ७ से किं तं पलिओवमे ? पलिओवमे तिविहे पण्णत्ते, तं जहा- उद्धारपलिओवमे
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy