________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્સેધાંગુલ પ્રમાણ લંબાઈ–પહોળાઈ અને જાડાઈ ધરાવતા કાકિણી રત્નનું વર્ણન કર્યું છે. કાકિણીરત્ન સમઘનચોરસ રૂપ હોય છે. તેની બાર કોટિ(બાજુઓ) એક–એક ઉત્સેધાંગુલ પ્રમાણ હોય છે. તે કાકિણી રત્નની કોટિ કરતાં ભગવાન મહાવીર સ્વામીનો આત્માંગુલ બમણો હોય છે. તેથી બે ઉત્સેધાંગુલ બરાબર ભગવાન મહાવીરનો એક આત્માંગુલ થાય અથવા એક ઉત્સેધાંગુલ બરાબર મહાવીર સ્વામીનો અર્ધ અંગુલ થાય છે તેમજ હજાર ઉત્સેધાંગુલ = એક પ્રમાણાંગુલ થાય છે. તેથી ઉત્સેધાંગુલના માપથી થતાં હજાર યોજન બરાબર પ્રમાણાંગુલનો એક યોજન થાય છે.
સર
૫૦૦ ધનુષ્યની ઊંચાઈ–અવગાહનાવાળા ઋષભદેવ ભગવાન, ભરત ચક્રવર્તી આદિના અંગુલને પ્રમાણાંગુલ કહે છે.
પ્રમાણાંગુલથી નિષ્પન્ન માપ :
२ एएणं अंगुलप्पमाणेणं छ अंगुलाई पादो, दो पाया - दुवालस अंगुलाई विहत्थी, दो विहत्थीओ रयणी, दो रयणीओ कुच्छी, दो कुच्छीओ धणू, दो धणुसहस्साइं गाउयं, चत्तारि गाउयाइं जोयणं ।
બે
ભાવાર્થ :- આ પ્રમાણાંગુલથી છ અંગુલનો એક પાદ, બે પાદ અથવા બાર અંગુલની એક વિતસ્તિ–વંત, બે વેંતનો એક હાથ(રત્નિ), બે રત્નિની એક કુક્ષિ અને બે કુક્ષિનો એક ધનુષ્ય, બે હજાર ધનુષ્યનો એક
ગાઉ અને ચાર ગાઉનો એક યોજન થાય છે.
પ્રમાણાગુલનું પ્રયોજન :
३ एएणं पमाणंगुलेणं किं पओयणं ?
एएणं पमाणंगलेणं पुढवीणं कंडाणं पायालाणं भवणाणं भवणपत्थडाणं णिरयाणं णिरयावलियाणं णिरयपत्थडाणं कप्पाणं विमाणाणं विमाणावलियाणं विमाणपत्थडाणं टंकाणं कूडाणं सेलाणं सिहरीणं पब्भाराणं विजयाणं वक्खाराणं वासाणं वासहराणं वासहरपव्वयाणं वेलाणं वेइयाणं दाराणं तोरणाणं दीवाणं समुद्दाणं आयाम-विक्खंभ - उच्चत्तोव्वेह - परिक्खेवामविज्जंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- આ પ્રમાણાંગુલનું પ્રયોજન શું છે ?
ઉત્તર– આ પ્રમાણાંગુલથી રત્નપ્રભા વગેરે પૃથ્વીઓ, રત્નકાંડ વગેરે કાંડો, પાતાળકળશો, ભવનો, ભવન પ્રસ્તટો, નરકાવાસો, નરકપંક્તિઓ, નરક પ્રસ્તટો, કલ્પો, વિમાનો, વિમાન પંક્તિઓ, વિમાન પ્રસ્તટો, ટંકો, ફૂટો, પર્વતો, શિખરવાળા પર્વતો, પ્રાગ્મારો–નમેલા પર્વતો,વિજયો, વક્ષારો(વક્ષસ્કાર પર્વતો) ક્ષેત્રો, વર્ષધર પર્વતો, સમુદ્રવેલાઓ, વેદિકાઓ, દ્વારો, તોરણો, દ્વીપો તથા સમુદ્રોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ તથા પરિધિનું માપ કરવામાં આવે છે.