________________
| પ્રકરણ ૨૨/ પ્રમાણાગુલ
૩૩૧ ]
'બાવીસમું પ્રકરણ
પ્રમાણાંગુલ
પ્રમાણાંગુલનું નિરૂપણ - | १ से किं तं पमाणंगुले ?
पमाणंगुले एगमेगस्स णं रण्णो चाउरतचक्कवट्टिस्स अट्ठ सोवण्णिए कागणिरयणे छत्तले दुवालसंसिए अट्ठकण्णिए अहिगरणिसंठाणसंठिए पण्णत्ते, तस्स णं एगमेगा कोडी उस्सेहगुलविक्खंभा, तं समणस्स भगवओ महावीरस्स अद्धंगुलं, तं सहस्सगुणं पमाणंगुलं भवइ ।
શદાર્થ :-વાડતરવજવકિસ = ચારિત્ત ચક્રવર્તી–પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ દિશામાં લવણસમુદ્ર સુધી અને ઉત્તરમાં હિમવંત પર્વત સુધીની ભૂમિને અર્થાતુ છ ખંડ યુક્ત સંપૂર્ણ ભરત ક્ષેત્રને પોતાને આધીન બનાવે છે, ચારે દિશાના અંત સુધીના ક્ષેત્ર પર એક છત્રી રાજ્ય કરે તે ચારિત્ત ચક્રવર્તી કહેવાય છે, અકુવા = અષ્ટ સુવર્ણપ્રમાણ, વારિયળ = કાકિણી રત્નની, છ તને = છ તલવાળા, કુવાનસિહ = બાર કોટિઓ, અ૬oખાણ = આઠ કર્ણિકાઓથી યુક્ત, હિરણાંવાણાંતિ = અધિકરણિ સંસ્થાન વાળા-સોનીની એરણ જેવા આકારવાળા.
ભાવાર્થ :- પ્રશ્ન- પ્રમાણાંગુલનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષેત્રની ચારે દિશાના અંતભાગ પર્યત અર્થાત્ સંપૂર્ણ છ ખંડ પર શાસન કરનાર પ્રત્યેક ચક્રવર્તી રાજાના અષ્ટ સુવર્ણ પ્રમાણ, છ તલવાળું, બાર કોટિ અને આઠ કર્ણિકાઓ(ખૂણા)થી યુક્ત સોનીની એરણના સંસ્થાન–આકારવાળું અર્થાત્ સમચોરસ સંસ્થાનયુક્ત, કાકિણી રત્નની પ્રત્યેક કોટિ (બાજુઓ) ઉત્સધાંગુલ પ્રમાણ વિખંભ-પહોળાઈયુક્ત હોય છે. તે કાકિણી રત્નની એક કોટિ શ્રમણ ભગવાન મહાવીરના અર્ધગુલ પ્રમાણ છે. તે અર્ધગુલથી અર્થાત્ ઉત્સધાંગુલથી હજારગણું એક પ્રમાણાંગુલ હોય છે.
વિવેચન :
પ્રમાણાગલ :- પરમ પ્રકર્ષરૂપ પરિમાણને પ્રાપ્ત-સૌથી મોટા અંગુલને પ્રમાણાંગુલ કહેવામાં આવે છે. ઉલ્લેધાંગુલ કરતાં પ્રમાણાંગુલ હજારગણો મોટો છે. વિવિધ વિષયની જાણકારી મળે તે હેતુથી સૂત્રકારે