________________
પ્રકરણ ૨૦/ક્ષેત્ર પ્રમાણ – અત્રશુલ સ્વરૂપ
૩૦૭
અત્યંત તીક્ષ્ણ શસ્ત્ર પણ જેનું છેદન–ભેદન કરવા સમર્થ નથી તેને, સિદ્ધપુરુષ કેવળી ભગવાન પરમાણુ કહે છે. તે સર્વ પ્રમાણોનું આદિ પ્રમાણ છે અર્થાત્ વ્યાવહારિક પરમાણુ પ્રમાણોનું આદિ એકમ છે.
વિવેચન :
ઉત્સેધાંગુલના માપ–પ્રમાણનું પ્રથમ એકમ છે પરમાણુ. પરમ અને અણુશબ્દથી પરમાણુ શબ્દ નિષ્પન્ન થાય છે. પરમ એટલે ચરમતમ. છેલ્લામાં છેલ્લો અણુ અર્થાત્ પુદ્ગલ દ્રવ્યના વિભાગ કરતાં કરતાં છેલ્લો અંશ જે આવે કે જેના હવે વિભાગ થઈ ન શકે, તેવા નિર્વિભાગ અંશને પરમાણુ કહેવામાં આવે છે. ૫૨માણુઓ ભેગા મળવાથી સ્કંધ બને છે. આ રીતે પરમાણુ કારણરૂપ છે પણ કાર્યરૂપ નથી. આ નૈયિક પરમાણુનું અહીં કોઈ કાર્ય નથી, તે વ્યવહારમાં ઉપયોગી નથી માટે તેને સ્થાપ્ય, સ્થાપવા યોગ્ય કહી સૂત્રકારે તેનું વિશેષ વર્ણન કર્યું નથી.
આ બે–ત્રણ–ચાર–પાંચ વગેરે પરમાણુ ભેગા મળે, એકભાવને પામે ત્યારે તે સ્કંધ કહેવાય છે. આ સ્કંધ જ્યાં સુધી સ્થૂલ રૂપે ન પરિણમે, ત્યાં સુધી નિશ્ચયનયની અપેક્ષાએ ભલે તે સ્કંધ હોય પરંતુ વ્યવહાર નય તેને પરમાણુ કહે છે. તેથી સૂક્ષ્માકાર સ્કંધ વ્યાવહારિક પરમાણુ કહેવાય છે. અનંત પરમાણુ ભેગા મળીને અનંતપ્રદેશી સ્કન્ધ બને, તે જ્યાં સુધી અગ્નિ-પાણી, શસ્ત્ર વગેરેથી પ્રતિઘાત ન પામે ત્યાં સુધી સૂક્ષ્માકાર કહેવાય છે અને જ્યારે શસ્ત્રથી અભિહત થાય ત્યારે તે સ્થૂલાકાર પરિણત કહેવાય. આ સૂક્ષ્માકાર સ્કંધને જ વ્યવહારનય વ્યાવહારિક પરમાણુ કહે છે.
આ વ્યાવહારિક પરમાણુ તલવારાદિ શસ્ત્રથી છેદન–ભેદન પામતા નથી, અગ્નિમાંથી પસાર થવા છતાં બળતા નથી, પુષ્કરાવર્ત મહામેઘ વચ્ચેથી પસાર થવા છતાં ભીંજાતા નથી. પુષ્કરાવર્તમેઘ રુક્ષ જમીનને સ્નિગ્ધ બનાવવા ઉત્સર્પિણી કાળના બીજા આરામાં વરસે છે. તે ભૂમિગત રુક્ષતા, આતપ વગેરે અશુભ પ્રભાવને શાંત કરી, ધાન્યાદિનો અભ્યુદય કરે છે. આ મેઘમાં પાણી ઘણું હોય છે પણ તે મેઘ વ્યાવહારિક પરમાણુને પ્રભાવિત કરી શકતો નથી. મહાનદીઓના સામા પ્રવાહે ચાલવા છતાં તે પરમાણુ સ્ખલના પામતો નથી અને વમળમાં કે જલબિંદુમાં અવગાહન કરવા છતાં તેમાં સડો થતો નથી. સંક્ષેપમાં પાણી, અગ્નિ કે અન્ય કોઈ શસ્ત્રનો તેના પર પ્રભાવ પડતો નથી. આવા વ્યાવહારિક પરમાણુને સિદ્ધો—જ્ઞાની પુરુષો આદિ પ્રમાણ કહે છે. અહીં સિદ્ધ શબ્દથી જ્ઞાનસિદ્ધ—કેવળી ભગવાન ગ્રહણ કરાય છે. મોક્ષમાં બિરાજિત સિદ્ધ ભગવાનને વચનયોગ હોતો નથી. તેઓ બોલતા નથી તેથી અહીં સિદ્ધુ શબ્દથી ભવસ્થ કેવળી ગ્રહણ કરવામાં આવે છે.
ઉત્સેધાંગુલનું માપ ઃ
१४ अणंताणं वावहारियपरमाणुपोग्गलाणं समुदयसमिइसमागमेणं सा एगा उस्सण्हसहिया ति वा सण्हसहिया ति वा उड्ढरेणू ति वा तसरेणू ति वा रहरेणू ति वा वालग्गे ति वा, लिक्खा ति वा, जूया ति वा, जवमज्झे ति वा, अंगुले