________________
૨૭૪ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કહેવામાં આવે છે. આ તીર્થકાગ' નામ સપ્તમી તપુરુષ સમાસથી બન્યું છે માટે તે તપુરુષ સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે. અવ્યવીભાવ સમાસ :| ७ से किं तं अव्वईभाव समासे ? अव्वईभावे समासे- अणुगामं अणुणदीयं अणुफरिहं अणुचरियं । से तं अव्वईभावे समासे । ભાવાર્થ – પ્રશ્ન- અવ્યયીભાવ સમાસનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અવ્યયીભાવ સમાસના ઉદાહરણ છે– અનુગ્રામ, અનુનદી, અનુફરિહા, અનુચરિત, તે અવ્યયીભાવ સમાસ છે.
વિવેચન :
અવ્યયભાવ સમાસમાં પૂર્વપદ અવ્યયરૂપ અને ઉત્તરપદ નામ રૂપ હોય છે. આ સમાસમાં નપુંસકલિંગ અને પ્રથમ વિભક્તિનું એકવચન જ હોય છે. સૂત્રમાં 'અનુ' અવ્યય સાથેના ઉદાહરણો છે. અહીં 'અનુ' શબ્દ સમીપ અથવા લઘુ અર્થમાં પ્રયુક્ત છે. એકશેષ સમાસ :८ से किं तं एगसेसे समासे ?
एगसेसे समासे जहा- एगो पुरिसो तहा बहवे पुरिसा जहा बहवे पुरिसा तहा एगो पुरिसो, जहा एगो करिसावणो तहा बहवे करिसावणा जहा बहवे करिसावणा तहा एगो करिसावणो, जहा एगो साली तहा बहवे सालिणो जहा बहवे सालिणो तहा एगो साली । से तं एगसेसे समासे । से तं सामासिए । ભાવાર્થ - પ્રશ્ન– એકશેષ સમાસનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જેમાં એકપદ શેષ રહે (અન્ય પદોનો લોપ થાય) તે એકશેષ સમાસ કહેવાય છે. જેમકે– જેવો એક પુરુષ તેવા અનેક પુરુષ અને જેવા અનેક પુરુષ તેવો એક પુરુષ, જેવો એક કાર્દાપણ(સુવર્ણમુદ્રા) તેવા અનેક કાર્દાપણ, જેવા અનેક કાર્દાપણ તેવો એક કાર્દાપણ, જેવો એક ચોખો તેવા અનેક ચોખા, જેવા અનેક ચોખા તેવો એક ચોખો વગેરે એકશેષ સમાસના ઉદાહરણ છે. આ એકશેષ સમાસ છે. આ રીતે સમાસની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
સમાન રૂપવાળા બે કે બેથી વધુ પદમાંથી સમાસ થતાં એક પદ શેષ રહે અને અન્ય પદોનો લોપ