________________
'પ્રકરણ ૧૪/નવ નામ -નવ કાવ્ય રસ
[ ૨૪૯ ]
શબ્દાર્થ -= આ, નવ વબરલા = નવ કાવ્યરસ, વરલ વિદિ = બત્રીસ દોષરહિત વિધિથી, સમુપ્પUM = ઉત્પન્ન, હાર્દિ = ગાથાઓ વડે, મુયબ્બા = કહેલ, હૃતિ = હોય છે, સુહા = શુદ્ધ, = અથવા, નીલા = મિશ્રિતરૂપમાં, ભાવાર્થ :-ગાથાઓ દ્વારા કહેવાયેલ આ નવ કાવ્ય રસો અલકતા વગેરે બત્રીસ દોષરહિત વિધિથી ઉત્પન્ન થાય છે. આ રસ ક્યાંક શુદ્ધ હોય છે તો ક્યાંક મિશ્રિતરૂપે હોય છે. આ રીતે નવરસ અને સાથે નવનામનું વક્તવ્ય પૂર્ણ થયું. વિવેચન :વરસાવરિ :- બે પ્રકારે અર્થ થાય છે– (૧) બત્રીસદોષોથી રહિત વિધિપૂર્વક આ નવરસો ઉત્પન્ન થાય તે ગાથા દ્વારા કહેલ છે (૨) નવરસની ઉત્પતિમાં અલીક, ઉપઘાત વગેરે બત્રીસ દોષો દ્વારા તે રસ ઉત્પન્ન થાય છે. જેમકે
तेषां कटितटभ्रष्टै, गजानां मदबिन्दुभिः ।
प्रावर्तते नदी घोरा, हस्त्यश्वरथवाहिनी ॥ અર્થ– તે હાથીઓના કટિતટથી ઝરતા મદબિન્દુઓથી એક –વિશાળ નદી વહેવા લાગી. જેમાં હાથી, ઘોડા, રથ, સેના તણાવા લાગ્યા. આ કથન અલીક દોષથી દૂષિત છે કારણ કે મદજળથી નદીનું વહેવું સંભવિત નથી. તે કલ્પના માત્ર છે. આ રીતે અલીક દોષથી અભુત રસ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. આ પ્રમાણે યથાસંભવ દોષથી રસોની ઉત્પત્તિ જાણવી. જોકે એકાન્ત નિયમ નથી કે બધા રસ દોષોથી જ ઉત્પન્ન થાય. તપશ્ચરણ વિષયક વીરરસ, પ્રશાંતરસ, દોષ વિના પણ ઉત્પન્ન થાય છે.
મુ વ વી –શુદ્ધ રસ એટલે એક રસ અને મિશ્ર એટલે બે-ત્રણ રસ. કોઈ કાવ્યમાં એક જ રસ હોય તે શુદ્ધ રસ કહેવાય અને કોઈ કાવ્યમાં બે-ત્રણ રસો સમાવિષ્ટ હોય તેમિશ્ર રસ કહેવાય છે.
'IL પ્રકરણ-૧૪ સંપૂર્ણ II