________________
જે સમજ્યા વિના આમ જ કંઠસ્થ કરી સ્વાધ્યાય કરવાથી પણ અનંત નિર્જરા થાય છે. એ દ્રવ્યશ્રુત તરીકે અનુયોગદ્વાર ઉપાર્જન થાય છે.
અનુયોગદ્વારને ઝીણવટથી જોઈએ તો દર્શન શાસ્ત્રનો મુકુટ મણીગ્રંથ છે અને જિનેશ્વરોએ ઉપદેશેલી વાણીને ગણધરોએ જે રીતે ગૂંથી છે, તે ભૂલ ભૂલામણીવાળા મોટા રાજમહેલ જેવી છે.
પાઠક બધા દ્વારોનું અને બધા રસ્તાઓનું ઉપયોગવાન રહી ચીવટથી ધ્યાન રાખે તો આ રાજમહેલમાં રમણ કરવાનો આનંદ લઈ શકે.
સાધારણ મનુષ્યને પોતાની સમજણ માટે "હું જાણું છું" એવો સૂક્ષ્મ અહંકાર હોય છે. આવા મિથ્યા અહંકારે કરી તેમના વાણી વર્તનમાં રાગદ્વેષની પ્રબળતા પથરાય છે પરંતુ અનુયોગ શાસ્ત્ર જેવા ગહનશાસ્ત્રનું અધ્યયન કરે, ત્યારે સમજાય છે કે પોતાની સમજ કેટલી અધૂરી છે. અહંકારની જગ્યાએ નમ્રતા અને વિનયનો પ્રાદુર્ભાવ થાય છે.
ધન્ય છે આ વીતરાગ વાણીને, જેમણે પાંથીએ પાંથીએ તેલ નાંખ્યું છે.
જયંતમુનિ પેટરબાર.