________________
સમસ્ત ભારતીય દર્શનનો આધાર છે. ભારતમાં"યોગ" શબ્દને લગભગ ભણેલ-અભણ, બધા માણસો જાણે છે.
'યોગ' શબ્દ સંઘટિત, સંગઠિત, સંતુલિત, સમન્વિત, સમભાવી, સમતોલ, ભૂમિકાનું સૂચન કરે છે. જીવ-શિવનું મિલન એ પણ મોટો યોગ જ છે. શબ્દ અને અર્થનું સામંજસ્ય એ પણ યોગ જ છે. પિતા-પુત્ર, માતા-પુત્ર, ભાઈ–બહેન, પતિ-પત્ની, સ્વામી-સેવક, આવા સ્કૂલ સાંસારિક સંબંધો પણ ભૌતિક યોગના સૂચક છે. જ્યારે યોગનો ઉચ્ચ ભૂમિકામાં વિચાર કરીએ ત્યારે મનનો આત્મા સાથે યોગ, વાણીનો લક્ષ સાથે યોગ, શરીરની ક્રિયાઓનો સાધના સાથે યોગ, આ બધા યોગ
જીવાત્માને ઉપરની ભૂમિકામાં લઈ જાય છે અને જ્યારે જીવની દષ્ટિ ખૂલે છે અને વિશ્વદર્શન થાય છે, ત્યારે સંપૂર્ણ વિશ્વમાં ચાલતા કાર્યકારણના યોગ, પરસ્પર છ દ્રવ્યના યોગ, ભાવોના અને દ્રવ્યના યોગ આવા સૂક્ષ્માતિસૂક્ષ્મ યુક્ત યોગ અને ભવ્ય વ્યાપક વિશ્વમાં ઘટિત થતા મહાયોગ એ બધા યોગોનું બુદ્ધિ અનુસંધાન કરે છે. ત્યાર બાદ જીવમાં ભક્તિનો ઉદય થતા જ્ઞાન અતિ નમ્રભાવે વહે છે. ત્યારે શાસ્ત્ર આજ્ઞાના, ગુરુદેવોના અને શ્રી જિનેશ્વર દેવોના ઉપદેશ, આદેશ અને શાસ્ત્રના રહસ્યમય ભાવોથી બનતા યોગોનું ભાન થતાં જીવ તેનું અનુસરણ કરવા તૈયાર થાય છે. આવા અનુસરણ ભાવને અનુયોગ કહેશું અને અનુયોગનું અવલંબન લેતા, આગળ વધતાં એક એક રહસ્યમય દ્વાર ખુલતા જાય છે જેને આપણે અનુયોગદ્વાર કહેશુ.
હવે આપને સમજાયું હશે કે– અનુયોગદ્વારનો અર્થ ફક્ત પ્રશ્નઉત્તર જેટલો સીમિત નથી પરંતુ જે જે યોગોના રહસ્ય છે તેને પામવા માટે જેનાથી અનુસરણ થાય તે અનુયોગ છે અને અનુયોગના પ્રભાવે જે કપાટ ખુલે તે "અનુયોગદ્વાર" છે.
આ શાસ્ત્ર તો વિશેષ રૂપે અનુયોગદ્વાર સ્વયં છે પરંતુ બાકીના બધા શાસ્ત્રોમાં અનુયોગદ્વાર ડગલે પગલે પથરાયેલ છે.
પાઠકને અનુયોગદ્વાર વાંચવા કે સમજવા માટે દાર્શનિક જ્ઞાન હોવું જરૂરી છે. તર્કશાસ્ત્ર કે ન્યાય શાસ્ત્ર ઉપરાંત "નય" "નિક્ષેપ" "સપ્તભંગ" ઈત્યાદિ જૈનદર્શન અને શાસ્ત્રીય જ્ઞાનને સમજવા માટેની જે આ ચાવીઓ છે તેનો પણ પૂરો ઉપયોગ કરવાનો