________________
ર૩ર |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- સંગીતના (૧) છ દોષ, (૨) આઠ ગુણ, (૩) ત્રણ વૃત્તો (૪) બે ભણિતીઓને જે જાણે છે, તે શિક્ષિત વ્યક્તિ રંગમંચ પર ગાઈ શકે છે. ગીતના છ દોષો :
भीयं दुयमुप्पिच्छं, उत्तालं च कमसो मुणेयव्वं ।
काकस्सरमणुणासं, छद्दोसा होति गीयस्स ॥४७॥ ભાવાર્થ :- ગીતના છ દોષ આ પ્રમાણે જાણવા. (૧) ભીતદોષ-ડરતાં-ડરતાં ગાવું. (૨) કૂતદોષ - ઉદ્વેગના કારણે જલ્દી-શીધ્ર ગાવું. (૩) ઉસ્પિચ્છદોષ–શ્વાસ લેતાં-લેતાં જલ્દી ગાવું. (૪) ઉત્તાલદોષવિરુદ્ધ તાલથી ગાવું. (૫)કાકસ્વરદોષ-કાગડાની જેમ કર્ણકટુ સ્વરમાં ગાવું. (૬) અનુનાસદોષ-નાકથી સ્વરનું ઉચ્ચારણ કરતા ગાવું. ગીતના આઠ ગુણ :१० पुण्णं रत्तं च अलंकियं च, वत्तं तहेवमविघुटुं ।
महुरं समं सुललियं, अट्ठ गुणा होति गीयस्स ॥४८॥ ભાવાર્થ :- ગીતના આઠ ગુણ આ પ્રમાણે જાણવા- (૧) પૂર્ણગુણ- સ્વરના આરોહ-અવરોહ વગેરે સમસ્ત સ્વરકળાયુક્ત પૂર્ણરૂપથી ગાવું. (૨) રક્તગુણ- રાગથી ભાવિત થઈને ગાવું. (૩) અલંકૃતગુણ– વિવિધ શુભસ્વરોથી સંપન્ન બનીને ગાવું. (૪) વ્યક્તગુણ– ગીતના શબ્દો-સ્વર—વ્યંજનોના સ્પષ્ટ ઉચ્ચારણથી ગાવું.(૫) અવિઘુષ્ટગુણ— વિકૃતિ અને વિશૃંખલા રહિત, નિયત અને નિયમિત સ્વરથી ગાવું. ચીસ પાડતા હોય તેમ, રાડો પાડતા હોય તેમ ન ગાવું. (૬) મધુરગુણ- કર્ણપ્રિય, મનોરમ સ્વરથી ગાવું. (૭) સમગુણ- સુર, તાલ, લય વગેરેનું ધ્યાન રાખી સુસંગત સ્વરમાં ગાવું. (૮) સુલલિતગુણસ્વરઘોલન દ્વારા લલિત-શ્રોતેન્દ્રિય પ્રિય અને સુખદાયી સ્વરમાં ગાવું.
उर कंठ सिरविसुद्धं च, गिज्जते मउय रिभियपदबद्धं । समताल पडुक्खेवं, सत्तस्सरसीभरं गीयं ॥४९॥
११
ભાવાર્થ :- અન્ય રીતે ગીતના આઠ ગુણ આ પ્રમાણે છે-(૧) ઉરોવિશુદ્ધ- જે સ્વર ઉરસ્થલમાં વિશાળ હોય.(૨) કંઠવિશુદ્ધ- નાભિથી ઉત્થિત જે સ્વર કંઠમાં વ્યાપ્ત થઈ સ્પષ્ટરૂપે વ્યક્ત થાય તે અર્થાત્ જે સ્વર કંઠમાં ફાટી ન જાય તે. (૩) શિરોવિશુદ્ધ– જે સ્વર શિર–મસ્તકથી ઉત્પન્ન થવા છતાં નાસિકાના સ્વરથી મિશ્રિત ન થાય તે. (૪) મૃદુક- જે ગીત મૃદુ-કોમળ સ્વરમાં ગવાય તે. (૫) રિભિત- ઘણા ઘોલન યુક્ત આલાપ દ્વારા ગીતમાં ચમત્કાર ઉત્પન્ન કરવો. (૬) પદબદ્ધ– ગીતને વિશિષ્ટ પદ રચનાથી નિબદ્ધ કરવું. (૭) સમતાલ પ્રત્યુન્સેપ- જે ગીતમાં હસ્તકાલ, વાદ્યધ્વનિ અને નર્તકના પાદક્ષેપ સમ