________________
'પ્રકરણ ૧૨/સાત નામ - સાત સ્વર
| ૨૩૧ ]
મૂચ્છના બતાવી છે. મૂર્ચ્છનાઓના સમુદાયને ગ્રામ કહેવામાં આવે છે અને ગાયક ગીતના સ્વરમાં તલ્લીન મૂચ્છિત જેવા બની જાય તે મૂર્ચ્છના કહેવાય છે. ગ્રામ તથા મૂર્છાનાની વિશેષ જાણકારી ભરતમુનિના નાટ્ય શાસ્ત્ર વગેરે ગ્રંથથી જાણી લેવી. સપ્ત સ્વરની ઉત્પત્તિ આદિ વિષયક સમાધાન :
सत्तस्सरा कओ संभवंति ? गीयस्स का हवइ जोणी? । कइसमया ऊसासा ? कइ वा गीयस्स आगारा ? ॥४३॥ सत्त सरा णाभीओ संभवंति, गीतं च रुण्णजोणीयं । पायसमा उस्सासा, तिण्णि य गीयस्स आगारा ॥४४॥ आदि मिउ आरभंता, समुव्वहंता य मज्झगारम्मि ।
अवसाणे य झवेंता, तिण्णि वि गीयस्स आगारा ॥४५॥ શબ્દાર્થ –વા = ક્યાંથી, સંમતિ = ઉત્પન્ન થાય છે? લીલા = તેના (ગીતના) ઉચ્છવાસ કાળનો, યસ = ગીતના, વતિ આભાર = કેટલા આકાર છે?
ખામીઓ સંભવંતિ = નાભિથી ઉત્પન્ન થાય છે, સાણનોળીય = રુદન યોનિ (જાતિ) છે, પાથરૂમ = પાદસમ કોઈ છંદનું એક ચરણ જેટલા સમયમાં ગાય શકાય તે પાદસમ જેટલો, ૩ = ગીતનો ઉચ્છવાસકાળ.
આજે મિડ = આદિમાં મૃદુ, મારવંતા = પ્રારંભ કરતા, સમુધ્યાંતા = તીવ્રતાર, HIR = મધ્યમાં, એવાઈ = અંતમાં, ફર્વતા = સમાપ્ત સમયે મંદ.
ભાવાર્થ :- (૧) સપ્ત સ્વર ક્યાંથી ઉત્પન્ન થાય છે? (૨) ગીતની યોનિ–જાતિ કઈ છે? (૩) ગીતનો ઉચ્છવાસકાળ કેટલા સમય પ્રમાણ છે? (૪) ગીતના કેટલા આકાર હોય છે? II૪all.
(૧) સાતે સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે. (૨) ગીતની યોનિ રુદન છે, (૩) પાદસમ જેટલો સમય ગીતનો ઉચ્છવાસકાળ છે. કોઈપણ છંદનું એક ચરણ ગાતા જેટલો સમય લાગે તે પાદસમ કહેવાય છે. તેટલા સમયનો ગીતનો ઉચ્છવાસ કાળ છે. (૪) ગીતના ત્રણ આકાર છે. ૪૪.
ગીતના પ્રારંભમાં મૃદુ, મધ્યમાં તાર–તીવ્ર (ઊંચો અવાજ) અને ગીતની સમાપ્તિ સમયે અંતમાં મંદ, આવા ગીતના ત્રણ આકાર જાણવા. ૪પી. ગાયકની યોગ્યતા :
छद्दोसे अट्ठ गुणे, तिण्णि य वित्ताणि दोण्णि भणितीओ । जो णाही सो गाहिई, सुसिक्खओ रंगमज्झम्मि ॥४६॥
૮