________________
'પ્રકરણ ૧૨/સાત નામ - સાત સ્વર
|
૨૨૭ |
રીતે જે સ્વરનું જ સ્વર સ્થાન છે તે સ્વરના ઉચ્ચારણમાં તે તે સ્થાન વિશેષરૂપે ઉપયોગી બને છે. તેથી આ સૂત્રમાં સાતે સ્વરના સાત ઉચ્ચારણ સ્થાન બતાવ્યા છે.
જીવનિશ્ચિત સપ્તસ્વર :
सत्त सरा जीवणिस्सया पण्णत्ता, तं जहासज्ज रवइ मयूरो, कुक्कुडो रिसभं सरं । हंसो रवइ गंधारं, मज्झिमं तु गवेलगा ॥२८॥ अह कुसुमसंभवे काले, कोइला पंचमं सरं ।
छटुं च सारसा कुंचा, णेसायं सत्तमं गओ ॥२९॥ શબ્દાર્થ-નવલિયા = જીવ નિશ્રિત,રવ = બોલે છે, સુસંજવે ફૂલોની ઉત્પત્તિ કાળમાં વસંતઋતુમાં, વોલા = કોયલનો, સારસા = સારસ, જુવા = કૌંચનો, કો = હાથી, ગજ. ભાવાર્થ :- જીવનિશ્ચિત સ્વરો સાત પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે છે– (૧) મયુર ષઙજ સ્વરમાં (૨) કુકડો ઋષભ સ્વરમાં (૩) હંસ ગાંધાર સ્વરમાં, (૪) ગવેલક મધ્યમ સ્વરમાં (૫) કોયલ વસંતઋતુમાં પંચમ સ્વરમાં (૬) સારસ અને કૌંચ પક્ષી ધૈવત સ્વરમાં (૭) હાથી નિષાદ સ્વરમાં બોલે છે.
અજીવનિશ્ચિત સપ્તસ્વર :| ४ सत्त सरा अजीवणिस्सिया पण्णत्ता, तं जहा
सज्ज रवइ मुयंगो, गोमुही रिसह सरं । संखो रवइ गंधारं, मज्झिमं पुण झल्लरी ॥३०॥ चउचलणपइट्ठाणा, गोहिया पंचमं सरं ।
आडंबरो धेवइयं, महाभेरी य सत्तमं ॥३१॥ શબ્દાર્થ -મુNળો = મૃદંગ, મુદી = ગોમુખી, સવો = શંખ, ઝુલ્તરી = ઝાલર, વડતા = ચાર ચરણ પર, પઠ્ઠા = પ્રતિષ્ઠિત-સ્થિત, દિયા = ગોધિકા(વાદ્ય વિશેષ), આવો = નગારું, મારા = મહાભેરી.
ભાવાર્થ :- સપ્તસ્વર અજીવ નિશ્ચિત છે, તે આ પ્રમાણે છે– (૧) મૃદંગ ષજ સ્વર, (૨) ગોમુખી વાદ્ય ઋષભ સ્વર, (૩) શંખ ગાંધાર સ્વર, (૪) ઝાલર મધ્યમ સ્વર, (૫) ચાર ચરણ પર સ્થિત ગોધિકા પંચમ સ્વર, (૬) નગારું ધૈવત સ્વર (૭) મહાભેરી નિષાદ સ્વર રેલાવે છે.