________________
૧૯૮
અગિયારમું પ્રકરણ
છ નામ
છ ભાવ
-
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
જીવના છ ભાવોનું સ્વરૂપ :
१ से किं तं छणामे ? छणामे छव्विहे भावे पण्णत्ते, तं जहा - उदइए उवसमिए खइए खओवसमिए पारिणामिए सण्णिवाइए ।
ભાવાર્થ :- પ્રશ્ન- છ નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– છ નામમાં છ પ્રકારના ભાવ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદયિક, (૨) ઔપશમિક, (૩) ક્ષાયિક, (૪) ક્ષાયોપશમિક, (૫) પારિણામિક (૬) સાન્નિપાતિક.
વિવેચન :
આ સૂત્રમાં છ નામમાં છ ભાવના નામોનો ઉલ્લેખ છે. નામ અને નામના અર્થમાં અભેદ માની નામના આ પ્રકરણમાં છ ભાવોનું નિરૂપણ કરવામાં આવે છે. સૂત્રમાં આપેલ ૬૬ વગેરે પદથી ઔદાયિકભાવ, આ રીતે સમગ્ર પદનું ગ્રહણ કરવું જોઈએ.
(૧) ઔદયિક ભાવ :– જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો વિપાક–ફળનો અનુભવ કરાવે તે ઉદય કહેવાય છે. કર્મોના ઉદયથી જે ભાવ (પર્યાય) ઉત્પન્ન થાય તે ઔદિયકભાવ.
(૨) ઔપમિક ભાવ ઃ– ભારેલો અગ્નિ જેમ ઉપરથી શાંત દેખાય પણ અંદર અગ્નિ વિધમાન હોય. તેમ જે કર્મો સત્તામાં પડ્યા છે, જેનો ઉદય અટકાવી દેવામાં આવ્યો છે, તેને ઉપશમ કહેવામાં આવે છે, કર્મના ઉપશમથી જે ભાવ પ્રાપ્ત થાય તે ઔપમિક ભાવ કહેવાય છે.
(૩) શાયિક ભાવ :– કર્મનો આત્યંતિક નાશ થાય, સંપૂર્ણપણે નાશ થાય તેને ક્ષય કહેવામાં આવે છે. કર્મનો ક્ષય થવાથી જે પર્યાય ઉત્પન્ન થાય તે ક્ષાયિકભાવ કહેવાય છે.
(૪) ભાયોપશમિક ભાવ ઃ– કર્મોનો ઉદયભાવી ક્ષય, સદવસ્થારૂપ ઉપશમ અને દેશઘાતિ પ્રકૃતિનો ઉદય ચાલુ હોય તો તેને ક્ષયોપશમ કહેવામાં આવે છે. કર્મો પોતાની પૂર્ણશક્તિ સાથે ઉદયમાં ન આવે પણ ક્ષીણ શક્તિવાળા બની ઉદયમાં આવે અને ઉદયાવલિકામાં પ્રવેશેલા મંદરસવાળા કર્મોનો નાશ થઈ જાય