________________
[ ૧૭૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ - તિર્યંચ પંચેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો જલચર, સ્થલચર અને ખેચર તિર્યંચ પંચેન્દ્રિયને વિશેષ કહેવાય છે.
જલચર તિર્યંચ પંચેન્દ્રિયને જ સામાન્ય કહેવામાં આવે તો સમૂર્છાિમ જલચર તિર્યંચ અને ગર્ભજ જલચર તિર્યંચ વિશેષ કહેવાય છે.
જો સમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયને સામાન્ય માનવામાં આવે તો પર્યાપ્ત સમૂર્છાિમ જલચર અને અપર્યાપ્ત સમૂર્છાિમ જલચરને વિશેષ કહેવાય. તે જ રીતે જો ગર્ભજ જલચર તિર્યંચને સામાન્ય માનવામાં આવે તો પર્યાપ્ત ગર્ભજ જલચર અને અપર્યાપ્ત ગર્ભજ જલચર વિશેષ કહેવાય છે.
વિવેચન :
તિર્યંચ પંચેન્દ્રિયના ભેદની અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિય સામાન્ય કહેવાય અને તિર્યંચ પંચેન્દ્રિયના ભેદો વિશેષ કહેવાય છે. આ સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ ભેદ બતાવ્યા છે. જલચર, સ્થલચર અને ખેચર. તે પ્રત્યેકના પેટા ભેદોની અપેક્ષાએ તે સામાન્ય કહેવાય અને પેટા ભેદ વિશેષ કહેવાય છે.
જલચરના પેટાભેદ બે છે. (૧) સમૂર્છાિમ (૨) ગર્ભજ. તે બંનેના પુનઃ બે-બે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા.
જલચર - પાણીમાં વિચરણ કરતા તિર્યંચ પંચેન્દ્રિય જીવો જલચર કહેવાય છે.
સ્થલચર - જમીન ઉપર વિચરણ કરતા તિર્યંચ પંચેન્દ્રિય જીવો સ્થલચર કહેવાય છે. ખેચર :- આકાશમાં ઊડતા તિર્યંચ પંચેન્દ્રિય જીવો ખેચર કહેવાય છે. સમૃદ્ઘિમ - માતા-પિતાના સંયોગ વિના, ગર્ભ વિના, પુદ્ગલ સંયોગથી જે જીવો ઉત્પન્ન થાય તે સમૂર્છાિમ કહેવાય છે. ગર્ભવ્યુત્કાંત(ગર્ભજ) :- વ્યુત્ક્રાંતિ એટલે ઉત્પત્તિ. જે જીવોની ઉત્પત્તિ ગર્ભ દ્વારા થાય છે તે ગર્ભવ્યુત્કાત–ગર્ભજ કહેવાય છે. વિશેષિત અવિશેષિત સ્થલચર :| ८ अविसेसिए थलयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए चउप्पयथलयरपंचेंदिय तिरिक्खजोणिए य परिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणिए य ।
अविसेसिए चउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणिए, विसेसिए सम्मुच्छिमचउप्पय थलयरपंचेंदियतिरिक्खजोणिए य गब्भवक्कंतियचउप्पयथलयर पंचेंदिय तिरिक्खजोणिए य ।