________________
પ્રકરણ ૧૦/એક થી પાંચ નામ
દસમું પ્રકરણ
ઉપક્રમદ્વારનો બીજો ભેદ : નામ [એકથી પાંચ નામ]
નામના દસ પ્રકાર :
સે િત ામે ? ખાને વિષે પળત્તે, તેં નહા- ગામે, દુખામે, તિગામે, વકળામે, પંચળામે, છળામે, સત્તળામે, અકળામે, બવળામે, વસળાને । ભાવાર્થ :- પ્રશ્ન– નામનું સ્વરૂપ કેવું છે ?
૧૭૧
ઉત્તર– નામના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) એકનામ, (૨) બેનામ, (૩) ત્રણ નામ, ) ચાર નામ, (૫) પાંચ નામ, (૬) છ નામ, (૭) સાત નામ, (૮) આઠ નામ, (૯) નવ નામ, (૧૦) દસ નામ. વિવેચન :
નામનું લક્ષણ ઃ— જીવ, અજીવ આદિ કોઈપણ વસ્તુના વાચક શબ્દને નામ કહેવામાં આવે છે. જીવ—અજીવ વગેરે કોઈપણ વસ્તુને સૂચવતા શબ્દને નામ કહેવામાં આવે છે.
એક નામ, બે નામ વગેરે નામના દશ પ્રકાર છે. જે એક નામથી જગતના સમસ્ત દ્રવ્ય-પદાર્થનું કથન થઈ જાય તે એક નામ કહેવાય છે. જેમ કે સત્, સત્ કહેતા જગતનાં બધા પદાર્થ ગ્રહણ થઈ જાય છે. કોઈપણ પદાર્થ સત્તા વિહીન નથી. તે જ રીતે એવા બે નામ હોય કે જેમાં જગતના બધા દ્રવ્યોનું કથન થઈ જાય. જેમકે જીવ અને અજીવ. આ બે નામમાં સમસ્ત દ્રવ્ય સમાવિષ્ટ થઈ જાય છે. તે જ રીતે ત્રણ નામ વગેરે સમજવા.
એક નામ, બેનામ, વગેરેનું સૂત્રકારે બીજી રીતે પણ પ્રતિપાદન કર્યું છે. તદનુસાર એક નામ દ્વિનામથી સમસ્ત જાતિનું કથન પણ કરાય છે. અપેક્ષાભેદથી એકનામ વગેરેની સૂત્રકારે ભિન્ન—ભિન્ન વ્યાખ્યા કરી છે.
એક નામ
દ્રવ્યગુણ પર્યાયના નામ :
२ से किं तं एगणामे ? एगणामे