________________
૧૪૦
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આઠમું પ્રકરણ
આનુપૂર્વીનો પાંચમો ભેદ : કાલાનુપૂર્વી
કાલાનુપૂર્વી
१ से किं तं कालाणुपुव्वी ? कालाणुपुव्वी दुविहा पण्णत्ता, તેં નહીંओवणिहिया य, अणोवहिया य । तत्थ णं जा सा ओवणिहिया सा ठप्पा |
:
ભાવાર્થ:- પ્રશ્ન- કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– કાલાનુપૂર્વીના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે, (૧) ઔપનિધિકી અને (૨) અનૌપનિધિકી
ઔપનિધિકી અને અનૌપનિધિકીમાંથી ઔપનિધિકી કાલાનુપૂર્વી સ્થાપ્ય છે અર્થાત્ અલ્પવક્તવ્ય હોવાથી તેનું વર્ણન પછી કરવામાં આવશે.
२ तत्थ णं जा सा अणोवणिहिया सा दुविहा पण्णत्ता, णेगमववहाराणं, संगहस्स य ।
તેં નહા
ભાવાર્થ :- તેમાં જે અનૌપનિધિકી કાલાનુપૂર્વી છે, તેના બે પ્રકાર છે– (૧) નૈગમ–વ્યવહાર નય સંમત (૨) સંગ્રહનય સંમત.
વિવેચન :
ઉપક્રમ નામના પ્રથમ અનુયોગ દ્વારના, આનુપૂર્વી નામના પ્રથમ ભેદના પાંચમા પ્રભેદ કાલાનુપૂર્વીના વર્ણનનો સૂત્રકાર પ્રારંભ કરે છે. કાલ સંબંધી અનુક્રમથી કથન કરવામાં આવે તે કાલાનુપૂર્વી કહેવાય છે. કાલ એટલે સમયરૂપ નિશ્ચયકાળ અને આવલિકા, સ્તોક વગેરે રૂપ વ્યવહારકાળ. કાળ અરૂપી છે તેમાં આનુપૂર્વી, સત્પદ પ્રરૂપણા વગેરે સુગમ નથી. તેથી કાળમાં દ્રવ્યોનો ઉપચાર કરી એક સમયની સ્થિતિ, બે સમયની સ્થિતિવાળા દ્રવ્યાદિનો વિચાર કાળાનુપૂર્વીમાં કરવામાં આવે છે. કોઈક સ્થાને દ્રવ્ય સાથે ક્ષેત્રના ઉપચારથી પણ કથન કરવામાં આવેલ છે.
કાલાનુપૂર્વીના બે પ્રકારમાં ઔપનિધિકી કાલાનુપૂર્વી અલ્પવિષયવાળી હોવાથી તેનું વર્ણન અહીં