________________
૧૩ર |
શ્રી અયોગવાર સૂત્ર
પર્યતના કથનને અધોલોક ક્ષેત્ર પશ્ચાનુપૂર્વી કહે છે. २७ से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए सत्तगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । શદાર્થ સત્તાછાયા = સાત સંખ્યા પર્વતની શ્રેણીને અર્થાત્ એકથી સાત સુધીની સંખ્યાને. ભાવાર્થ :- પ્રશ્ન- અધોલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- આદિમાં એકને સ્થાપિત કરી એક–એકની વૃદ્ધિ કરતાં સાત પર્યતની સંખ્યાને એક શ્રેણીમાં રાખીને તે શ્રેણી (લાઈન)ના અંકોને પરસ્પર ક્રમશઃ ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગને છોડીને શેષ ભંગ અનાનુપૂર્વી કહેવાય છે. વિવેચન :
આ સૂત્રમાં અધોલોક ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન છે. અધોલોકમાં સાત નરક પૃથ્વીઓ આવેલી છે. તેના ક્રમથી સાત નામ આ પ્રમાણે છે. (૧) રત્નપ્રભા – પ્રથમ નરક પૃથ્વીમાં રત્નો જેવી પ્રભા–કાન્તિનો સદ્ભાવ છે. (૨) શર્કરા પ્રભા – બીજી નરક પૃથ્વીમાં શર્કરા-પત્થરખંડ જેવી પ્રભા છે. (૩) વાલુકાપ્રભા –ત્રીજી નરક પૃથ્વીમાં વાલુકા–રેતી જેવી પ્રભા છે. (૪) પંકપ્રભા :- ચોથી નરક પૃથ્વીમાં પંક-કાદવ-કીચડ જેવી પ્રભા છે. (૫) ધૂમપ્રભા – પાંચમી નરક પૃથ્વીમાં ધૂમ-ધૂમાડા જેવી પ્રભા છે. (૬) તમ પ્રભા – છઠ્ઠી નરક પૃથ્વીમાં તમઃ અંધકાર જેવી પ્રભા છે. (૭) તમસ્તમપ્રભા – સાતમી નરક પૃથ્વીમાં ગાઢ અંધકાર જેવી પ્રભા છે. અનાનપટ્વની ભંગસંખ્યા - એકથી સાત અંકને સ્થાપિત કરી પરસ્પર ગુણવાથી ૫૦૪૦ ભંગ થાય છે. તેમાંથી પ્રથમ ભંગ પૂર્વાનુપૂર્વી અને અંતિમ ભંગ પશ્ચાનુપૂર્વી હોવાથી તેને બાદ કરતાં શેષ ૫૦૩૮ ભંગથી સાત નરકનું કથન કરવામાં આવે તે અધોલોકક્ષેત્ર અનાનુપૂર્વી કહેવાય છે.
દા.ત. (૧) રત્નપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૨) શર્કરા પ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, () તમ:પ્રભા, (૮) તમસ્તમ પ્રભા. આ રીતે જુદી-જુદી રીતે સાત નરકના કથનને અનાનુપૂર્વી કહેવામાં આવે છે. અનાનુપૂર્વીથી સાત નરકનું ૫૦૩૮ રીતે કથન થઈ શકે છે. મધ્યલોક ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ - २८ तिरियलोयखेत्ताणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुपुव्वी,