________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
આ રીતે દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય, ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય ત્રણે પ્રકારે હોઈ શકે છે.
૧૧૯
દ્રવ્યાપેક્ષયા અનાનુપૂર્વીનો દ્રવ્યક્ષેત્ર સાથે સંબંધ :– દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ પુદ્ગલને અનાનુપૂર્વી કહે છે. પરમાણુ પુદ્ગલ એક આકાશપ્રદેશ પર જ સ્થિત થઈ શકે છે. તેથી અધિક આકાશપ્રદેશ પર તે સ્થિત થઈ શકે નહીં. તેથી દ્રવ્યની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય, ક્ષેત્રની અપેક્ષાએ પણ અનાનુપૂર્વી જ હોય છે. તેમાં અન્ય વિકલ્પ સંભવિત નથી.
દ્રવ્યાપેક્ષયા અવક્તવ્ય દ્રવ્યનો ક્ષેત્ર સાથે સંબંધ :- દ્રવ્યની અપેક્ષાએ દ્વિપ્રદેશી કંધને અવક્તવ્ય કહે છે. દ્વિપ્રદેશી સ્કંધ જો એક આકાશપ્રદેશ પર સ્થિત હોય તો તેને ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વી અને જો બે આકાશપ્રદેશ પર સ્થિત હોય તો ક્ષેત્રની અપેક્ષાએ અવક્તવ્ય કહે છે. દ્વિપ્રદેશી સ્કંધ બે થી અધિક આકાશપ્રદેશ પર સ્થિત થઈ શકતું નથી. તેથી તેમાં આનુપૂર્વીત્વ સંભવિત નથી. આ કારણે દ્રવ્યની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય, ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વી અથવા અવક્તવ્ય હોઈ શકે છે.
પ્રસ્તુત સૂત્રમાં ૨૬ ભંગમાંથી સાત ભંગના વાચ્યાર્થ બતાવ્યા છે. અવશેષ ભંગના વાચ્યાર્થ માટે દ્રવ્યાનુપૂર્વીના ૨૬ ભંગના વાચ્યાર્થ અનુસાર સમજવાનો નિર્દેશ કર્યો છે.
ક્ષેત્રાનુપૂર્વી સમવતાર :
८ से किं तं समोयारे ? समोयारे णेगम - ववहाराणं आणुपुव्वीदव्वाइं कहिं समोयरंति ? किं आणुपुव्वीदव्वेहिं समोयरंति ? अणाणुपुव्वीदव्वेहिं समोयरंति ? अवत्तव्वयदव्वेहिं समोयरंति ?
आणुपुव्वीदव्वाइं आणुपुव्वीदव्वेहिं समोयरंति, णो अणाणुपुव्वीदव्वेहिं समो- यरंति णो अवत्तव्वयदव्वेहिं समोयरंति ।
I
एवं तिण्णि वि सट्ठाणे समोयरंति त्ति भाणियव्वं । से तं समोयारे । ભાવાર્થ :- પ્રશ્ન- સમવતારનું સ્વરૂપ કેવું છે ? નૈગમ–વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્યો ક્યાં સમાવિષ્ટ થાય છે ? આનુપૂર્વી દ્રવ્યમાં, અનાનુપૂર્વી દ્રવ્યમાં કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે ?
ઉત્તર- આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી દ્રવ્યોમાં કે અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી.
આ રીતે ત્રણે સ્વ—સ્વસ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે. આ રીતે સમવતારનું સ્વરૂપ છે. વિવેચન :
સમવતાર એટલે સમાવિષ્ટ થવું, સમાય જવું, એકબીજામાં મળી જવું. આ સમવતાર સ્વજાતિરૂપ