________________
[૧૧૮]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર सो- गाढाओ अणाणुपुव्वीओ, दुपएसोगाढाई अवत्तव्वयाई,
अहवा तिपएसोगाढे य एगपएसोगाढे य आणुपुव्वी य अणाणुपुव्वी य, एवं तहा चेव दव्वाणुपुव्वीगमेणं छव्वीसं भंगा भाणियव्वा जाव से तं णेगम-ववहाराणं भंगोवदसणया ।। ભાવાર્થ :- પ્રશ્ન-નગમ-વ્યવહાર નયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- (૧) નૈગમ વ્યવહાર નય સંમત ક્ષેત્રાનુપૂર્વીની ભંગોપદર્શનતા આ પ્રમાણે છે. ત્રણ આકાશપ્રદેશાવગાઢ દ્રવ્યસ્કન્ધ 'આનુપૂર્વી' (પદનો વાચ્યાર્થ) છે. (૨) એક પ્રદેશાવગાઢ પરમાણુ વગેરે દ્રવ્ય 'અનાનુપૂર્વી' છે. (૩) તથા બેપ્રદેશાવગાઢ સ્કન્ધ અવક્તવ્ય છે. (૪) ત્રણ આકાશપ્રદેશાવગાઢ અનેક સ્કન્ધો અનેક 'આનુપૂર્વી' (એ બહુવચનાત્ત પદના વાચ્ય) છે. (૫) એક આકાશ પ્રદેશાવગાઢ અનેક પરમાણુઓ, સ્કન્ધો અનેક 'અનાનુપૂવી' છે. (૬) દ્ધિપ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક અવક્તવ્ય' છે અથવા (૭) ત્રણ પ્રદેશાવગાઢ(સ્કંધ) અને એક પ્રદેશાવગાઢ પરમાણુ કે સ્કંધ આનુપૂર્વી અને અનાનુપૂર્વી (દ્વિસંયોગી) છે. આ પ્રમાણે અસંયોગીના ૬, દ્વિસંયોગીના ૧૨ અને ત્રણ સંયોગીના ૮ ભંગ મળી કુલ છવ્વીસ ભંગના વાચ્યાર્થ નૈગમ વ્યવહાર નય સંમત દ્રવ્યાનુપૂર્વીની જેમ જાણવા જોઈએ. આ નૈગમ-વ્યવહાર નય સંમત ક્ષેત્રાનુપૂર્વીની ભંગોપદર્શનાનું સ્વરૂપ છે. વિવેચન :
આ સૂત્રમાં ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી આદિના કથિત ભંગોના વાચ્યાર્થનું કથન કર્યું છે. આનુપૂર્વી – ત્રિપ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધીના ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધોને આનુપૂર્વી કહે છે. અનાનુપૂર્વી – એક પ્રદેશાવગાઢ પરમાણુ પુદ્ગલથી અનંતપ્રદેશી સુધીના સ્કંધને અનાનુપૂર્વી કહે છે. અવક્તવ્ય:- દ્ધિપ્રદેશાવગાઢ ઢિપ્રદેશથી અનંતપ્રદેશી સુધીના સ્કંધને અવક્તવ્ય કહે છે.
દ્રવ્યાનુપૂર્વીમાં દ્રવ્યની પ્રધાનતા છે જ્યારે ક્ષેત્રાનુપૂર્વીમાં ક્ષેત્રની પ્રધાનતા છે. દ્વવ્યાપેક્ષમા આનપર્વનો ક્ષેત્ર સાથે સંબંધ - દ્રવ્યની અપેક્ષાએ ત્રિપ્રદેશ સ્કંધને આનુપૂર્વી કહે છે. પરંતુ તે જ ત્રિપ્રદેશ સ્કંધ જો એક આકાશપ્રદેશ પર સ્થિત હોય તો ક્ષેત્રની અપેક્ષાએ તે અનાનુપૂર્વી કહેવાય છે.
તે જ રીતે ત્રિપ્રદેશી સ્કન્ધ જો બે આકાશપ્રદેશ પર સ્થિત હોય તો તે ક્ષેત્રની અપેક્ષાએ અવકતવ્ય કહેવાય છે.
ત્રિપ્રદેશ સ્કંધ જો ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત હોય તો તે ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી કહેવાય છે.