________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
ક્ષેત્રાનુપૂર્વી અર્થપદ પ્રરૂપણા :
३ से किं तं गम-ववहाराणं अट्ठपयपरूवणया ?
૧૧૫
णेगमववहाराणं अट्ठपयपरूवणया- तिपएसोगाढे आणुपुव्वी जाव दसपए सोगाढे आणुपुव्वी जाव संखिज्जपएसोगाढे आणुपुव्वी, असंखेज्जपएसोगाढे आणुपुव्वी, एगपएसोगाढे अणाणुपुव्वी, दुपएसोगाढे अवत्तव्वए ।
-
तिपएसोगाढा आणुपुव्वीओ, दसपएसोगाढा आणुपुव्वीओ जाव संखेज्जपएसोगाढा आणुपुव्वीओ, असंखिज्जपएसोगाढा आणुपुव्वीओ, एगपएसोगाढा अणाणुपुव्वीओ, दुपएसोगाढा अवत्तव्वगाई । सं तं गमववहाराणं अट्ठपय- परूवणया ।
ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ–વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નૈગમ–વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા આ પ્રમાણે છે– ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત(અવગાઢ) સ્કન્ધ આનુપૂર્વી છે યાવત્ દશપ્રદેશાવગાહી સ્કન્ધ, સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્ય આનુપૂર્વી છે. એક પ્રદેશાવગાઢ દ્રવ્ય સ્કન્ધો અનાનુપૂર્વી છે અને બે પ્રદેશાવગાઢ દ્રવ્ય સ્કન્ધો અવક્તવ્ય છે.
ત્રણ આકાશપ્રદેશાવગાઢ અનેક દ્રવ્ય સ્કન્ધો અનેક આનુપૂર્વી છે યાવત્ દસપ્રદેશાવગાઢ સ્કન્ધો, સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કન્ધો અને અસંખ્યાત પ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક આનુપૂર્વી છે, એક પ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક અનાનુપૂર્વી છે, દ્વિપ્રદેશાવગાઢ સ્કન્ધો અનેક અવક્તવ્ય છે. આવું નૈગમ–વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ જાણવું.
४ एयाए णं णेगम - ववहाराणं अट्ठपयपरूवणयाए किं पओयणं ? एयाए जं णेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए णेगम - ववहाराणं भंगसमुक्कित्तणया कीर । ભાવાર્થ :- પ્રશ્ન- આ નૈગમ–વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન શું છે ?
ઉત્તર– આ નૈગમ–વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા નૈગમ–વ્યવહાર નય સંમત ભંગસમુત્કીર્તનતા કરવામાં આવે છે.
વિવેચન :
ક્ષેત્રાનુપૂર્વીમાં ક્ષેત્રની પ્રધાનતા છે. ક્ષેત્રથી આકાશાસ્તિકાયનું ગ્રહણ થાય છે. ક્ષેત્ર એટલે આકાશ, આકાશ પ્રદેશો. આકાશ પર આનુપૂર્વી વગેરે ઘટાવતા તેની વ્યાખ્યા નીચે પ્રમાણે થાય છે.