________________
[ ૧૧૪]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સાતમું પ્રકરણ - આનુપૂર્વીનો ચોથો ભેદ ક્ષેત્રાનુપૂર્વી
ક્ષેત્રાનુપૂર્વીના પ્રકાર :[१ से किंते खेत्ताणपुव्वी? खेत्ताणुपुव्वी दुविहा पण्णत्ता,तंजहा- ओवणिहिया य अणोवणिहिया य । तत्थ णं जा सा ओवणिहिया सा ठप्पा ।
तत्थ णं जा सा अणोवणिहिया सा दुविहा पण्णत्ता, तं जहाणेगमववहाराणं, संगहस्स य । ભાવાર્થ :- પ્રશ્ન ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષેત્રાનુપૂર્વીના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે–પનિધિતી અને અનોપનિધિ કી.
તે બેમાંથી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વ સ્થાપ્ય છે. તે અલ્પ વિષયવાળી હોવાથી તેનું વર્ણન પશ્ચાત્ કરવામાં આવતું હોવાથી તે સ્થાપ્ય છે.
ક્ષેત્રાનુપૂર્વીમાં જે અનોપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી છે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) નૈગમ-વ્યવહારનય સંમત અને (૨) સંગ્રહનય સંમત.
નૈગમ-વ્યવહારનય સમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી :| २ से किं तं णेगम ववहाराणं अणोवणिहिया खेत्ताणुपुव्वी ।
णेगम ववहाराणं अणोवणिहिया खेत्ताणुपुव्वी पंचविहा पण्णत्ता,तं जहाअट्ठपयपरूवणया, भंगसमुक्कित्तणया, भगोवदसणया, समोयारे, अणुगमे, । ભાવાર્થ - પ્રશ્ન-નગમ-વ્યવહારનય સંમત અનોપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) અર્થપદ– પ્રરૂપણા, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર અને (૫) અનુગમ.