________________
૧૧૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
શબ્દાર્થ અનંત છ વાર = અનંત સમુદાયગત અર્થાત્ અનંતપ્રદેશી સ્કન્ધ પર્યત. ભાવાર્થ :- પ્રશ્ન- અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- એકથી પ્રારંભ કરી એક એકની વૃદ્ધિ કરવાથી નિર્મિત અનંતપ્રદેશી સ્કન્ધ પર્વતની શ્રેણીની સંખ્યાને પરસ્પર ગુણવાથી નિષ્પન્ન અન્યોન્યાભ્યસ્ત રાશિમાંથી આદિ અને અંતરૂપ બે ભંગ ન્યૂન કરવાથી અનાનુપૂર્વી બને છે.
આ રીતે ઓપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે.
આ રીતે જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વી અને નોઆગમથી દ્રવ્યાનુપૂર્વી તથા દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. વિવેચન :
આ સૂત્રોમાં પુદ્ગલાસ્તિકાયમાં ઘટિત પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વીનું સ્વરૂપ વર્ણન કર્યું છે. છ દ્રવ્યમાંથી એક પુલાસ્તિકાયમાં જ પરમાણુ વગેરે પુગલદ્રવ્યની બહુલતા હોવાથી અનુક્રમ ઘટિત થાય છે. ધર્મ-અધર્મ અને આકાશ એક દ્રવ્ય રૂપ છે. તેથી તેમાં દ્રવ્ય બાહુલ્ય ન હોવાથી અનુક્રમ ઘટિત ન થાય. જીવાસ્તિકાયમાં અનંત જીવ હોવાથી દ્રવ્ય બાહુલ્ય છે પરંતુ તેમાં પૂર્વ–પશ્ચાદ્ ભાવ નથી. પ્રત્યેક જીવદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશ હોવાથી તુલ્ય પ્રદેશતા છે. પુદ્ગલદ્રવ્યમાં દ્રવ્ય બાહુલ્ય સાથે પરમાણુ, બે પ્રદેશી, ત્રણ પ્રદેશી સ્કન્ધોમાં વિષમ પ્રદેશતા છે. ત્યાં પૂર્વ–પશ્ચાદ્ભાવ હોવાથી પૂર્વાનુપૂર્વી વગેરે ઘટિત થાય છે. અદ્ધાસમય એક સમયપ્રમાણ રૂપ છે, તેથી ત્યાં પણ ક્રમ ઘટિત થતો નથી. તેથી પ્રકારાન્તરથી પુદ્ગલદ્રવ્યમાં પૂર્વાનુપૂર્વી આદિ આનુપૂર્વીનું કથન કર્યું છે. આ રીતે દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું.
I પ્રકરણ-૬ સંપૂર્ણ |