________________
[ ૮૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं किं अत्थि णत्थि ? णियमा अस्थि ।
णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइं किं अत्थि णत्थि ? णियमा अत्थि । શબ્દાર્થ - વિ અસ્થિ = શું અસ્તિરૂપ છે? વિં સ્થિ= શું નાસ્તિરૂપ છે? ભાવાર્થ - પ્રશ્ન-નૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ છે?
ઉત્તર- નિયમા અતિરૂપ છે.
પ્રશ્ન- નૈગમ વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્ય અતિ રૂપ છે કે નાસ્તિ રૂપ છે?
ઉત્તર– નિયમો અતિરૂપ છે.
પ્રશ્ન- નૈગમ વ્યવહાર નયસંમત અવક્તવ્ય દ્રવ્ય અસ્તિ રૂ૫ છે કે નાસ્તિ રૂપ છે ?
ઉત્તર- નિયમાં અસ્તિરૂપ છે.
વિવેચન :
આ સૂત્રમાં નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી આદિ દ્રવ્યનું નિશ્ચિતરૂપે અસ્તિત્વ પ્રગટ કર્યું છે. તે અસત્ રૂપ નથી. તેનો ક્યારેય અભાવ થતો નથી. તે જ સત્પદ પ્રરૂપણાનું રહસ્ય છે.
દ્રવ્યપ્રમાણ :
|१७ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं किं संखेज्जाइं असंखेज्जाइं अणंताई ? णो संखेज्जाई णो असंखेज्जाई अणंताई । एवं दोण्णि वि । ભાવાર્થ - પ્રશ્ન-નગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત
ઉત્તર-તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. તે જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય પણ અનંત છે. વિવેચન :
આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય આ ત્રણે દ્રવ્ય અનંત છે. એકએક આકાશ પ્રદેશ પર પણ અનંત હોય શકે છે. પ્રસ્તુતમાં પ્રયુક્ત પર્વ વા વં' ના સ્થાને કેટલીક પ્રતોમાં નિમ્નલિખિત પાઠ છે. "પર્વ ગણાપુપુથ્વીવલ્લાહું અવષ્યવધ્યારું ર માંતા ભાળિયબ્રા " આ બંને પ્રકારના સૂત્રપાઠનો આશય એક જ છે.