________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત અનાનુપૂર્વીદ્રવ્ય ક્યાં સમાવિષ્ટ થાય છે? તે આનુપૂર્વીદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે અનાનુપૂર્વીદ્રવ્યમાં સમાવિષ્ટ થાય કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે?
ઉત્તર- અનાનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થતા નથી પરંતુ અનાનુપૂર્વી દ્રવ્યમાં જ સમાવિષ્ટ થાય છે. १४ णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइंकहिं समोयरंति ? किं आणुपुव्वीदव्वेहि समोयरंति ? अणाणुपुव्वीदव्वेहिं समोयरंति ? अवत्तव्वयदव्वेहि समोयरंति ?
णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइं णो आणुपुव्वीदव्वेहिं समोयरंति, णो अणाणुपुव्वीदव्वेहि समोयरंति, अवत्तव्वयदव्वेहिं समोयरंति । से तं समोयारे । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત અવક્તવ્ય દ્રવ્ય ક્યાં સમવતરિત થાય છે? શું તે આનુપૂર્વીદ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે?
ઉત્તર- અવક્તવ્ય દ્રવ્ય આનુપૂર્વીદ્રવ્ય કે અનાનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થતાં નથી પરંતુ અવક્તવ્ય દ્રવ્યમાંજ સમાવિષ્ટ થાય છે.
વિવેચન :
સમવતાર એટલે સમાવેશ અર્થાત્ આનુપૂર્વી વગેરે દ્રવ્ય કોઈપણ જાતના વિરોધ વિના પોતાની જાતિમાં જ રહે છે, પર જાતિમાં રહેતા નથી. કારણમાં કાર્યનો ઉપચાર કરીને પણ તે સ્વજાતિમાં જ અંતર્ભાવ પામે છે.
તે જ રીતે અનાનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્યમાંજ સમાવેશ પામે છે અને અવક્તવ્ય દ્રવ્યનો અવક્તવ્ય દ્રવ્યમાં જ સમાવેશ થાય છે.
અનુગમના નવ દ્વાર :१५ से किं तं अणुगमे ? अणुगमे णवविहे पण्णते, तं जहा
संतपयपरूवणया, दव्वपमाणं च खेत्त फुसणा य ।
कालो य अंतरं भाग, भाव अप्पाबहुं चेव ॥८॥ से तं अणुगमे । ભાવાર્થ - પ્રશ્ન- અનુગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– અનુગામના નવ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે (૧) સત્પદ પ્રરૂપણા, (૨) દ્રવ્યપ્રમાણ,