________________
૮૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભંગોપદર્શનતા છે. તે આ પ્રમાણે છે.
(૧) ત્રિપ્રદેશીસ્કન્ધ એક આનુપૂર્વી છે, (૨) પરમાણુ પુદ્ગલ એક અનાનુપૂર્વી છે, (૩) ક્રિપ્રદેશ સ્કન્ધ એક અવક્તવ્ય છે, (૪) ત્રિપ્રદેશ સ્કન્ધો, અનેક આનુપૂર્વીઓ છે, (૫) પુદ્ગલ પરમાણુઓ અનેક અનાનુપૂર્વી છે, (૬) (અનેક) ઢિપ્રદેશીસ્કન્ધો અનેક અવક્તવ્ય છે. આ રીતે અસંયોગી છ ભંગના અર્થ છે. અથવા
(૧) ત્રિપ્રદેશી સ્કન્ધ અને પરમાણુ પુદ્ગલ, એક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે, (૨) ત્રિપ્રદેશી સ્કન્ધ અનેક પરમાણુ પુદ્ગલ, એક આનુપૂર્વી અને અનેક અનાનુપૂર્વીનો વાચ્યાર્થ છે, (૩) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ પરમાણુ પુદ્ગલ, અનેક આનુપૂર્વી-એક અનાનુપૂર્વી છે, (૪) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ–અનેક પરમાણુ પુદ્ગલો, અનેક આનુપૂર્વી–અનેક અનાનુપૂર્વી છે અથવા.
(૧) ત્રિપ્રદેશી સ્કન્ધ અને દ્વિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી એક અવક્તવ્ય છે, (૨) ત્રિપ્રદેશીસ્કલ્પ અનેક ઢિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી—અનેક અવક્તવ્ય છે, (૩) અનેક ત્રિપ્રદેશીસ્કન્ધ–દ્ધિપ્રદેશીસ્કલ્પ, અનેક આનુપૂર્વી એક અવક્તવ્ય રૂપ છે, (૪) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ અનેક દ્વિપ્રદેશીસ્કન્ધ, અનેક આનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે અથવા.
(૧) પરમાણુ પુદ્ગલ–દ્ધિપ્રદેશી સ્કન્ધ, એક અનાનુપૂર્વી એક અવક્તવ્ય છે, (૨) પરમાણુપુદ્ગલ અનેક થ્રિપ્રદેશી સ્કન્ધ, એક અનાનુપૂર્વી અનેક અવક્તવ્ય છે, (૩) અનેક પરમાણુપુદ્ગલો-દ્ધિપ્રદેશીસ્કલ્પ, અનેક અનાનુપૂર્વી–એક અવક્તવ્ય છે, (૪) અનેક પરમાણુ પુદ્ગલ અનેક ક્રિપ્રદેશીસ્કન્ધ, અનેક અનાનુપૂર્વી–અનેક અવક્તવ્ય છે. અથવા
(૧) ત્રિપ્રદેશીસ્કન્ધ, પરમાણપૂગલ અને દ્ધિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી એક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૨) ત્રિપ્રદેશીસ્કલ્પ, પરમાણુપુદ્ગલ અને અનેક ક્રિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય છે. (૩) ત્રિપ્રદેશીસ્કન્ધ, અનેક પરમાણુપુદ્ગલ અને ક્રિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૪) ત્રિપ્રદેશીસ્કન્ધ, અનેક પરમાણુપુલ અને અનેક ઢિપ્રદેશી સ્કન્ધ, એક આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય છે, (૫) અનેક ત્રિપ્રદેશીસ્કન્દ, પરમાણુપુલ અને દ્વિપ્રદેશીસ્કન્ધ, અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૬) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ, પરમાણુપુદ્ગલ અને અનેક ઢિપ્રદેશીસ્કન્ધ, અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય છે, (૭) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ, અનેક પરમાણુપુદ્ગલ અને એક ક્રિપ્રદેશીસ્કન્ધ, અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૮) અનેક ત્રિપ્રદેશી સ્કન્ધ, અનેક પરમાણુપુદ્ગલ અને અનેક ક્રિપ્રદેશીસ્કન્ધ, અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય છે.
આ પ્રમાણે નૈગમ-વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ જાણવું. વિવેચન :
ભંગસમુત્કીર્તનમાં જે ભંગના નામ બતાવ્યા હતા, તેના વાચ્યાર્થ અહીં કહેવામાં આવ્યા છે