________________
[ ૮૨ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
૩. અનેક આનુપૂર્વી-એક અવક્તવ્ય | ૮. અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, અનેક
અવક્તવ્ય ૪. અનેક આનુપૂર્વી-અનેક અવક્તવ્ય | ૮ કુલ ભંગ + ત્રીજી ચતુર્ભાગી
૧. એક અનાનુપૂર્વી–એક અવક્તવ્ય ૨. એક અનાનુપૂર્વી–અનેક અવક્તવ્ય ૩. અનેક અનાનુપૂર્વી–એક અવક્તવ્ય ૪. અનેક અનાનુપૂર્વી—અનેક વક્તવ્ય
૧૨ કુલ ભંગ +૧૨૮= ૨૬ ભંગ આ છવ્વીસ ભંગોનું કથન કરવું તે ભંગ સમુત્કીર્તનતા કહેવાય છે. | १० एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए किं पओयणं ? एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए भंगोवदंसणया कीरइ । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે?
ઉત્તર- નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા ભંગોપદર્શન કરાવાય છે.
વિવેચન :
ભંગ સમુત્કીર્તનમાં ભંગોના નામ અને તે કેટલા હોય છે તેનું કથન કરવામાં આવે છે અને ભંગોપદર્શનમાં તે ભંગના વાચ્યાર્થનું કથન કરાય છે. જેમકે 'આનુપૂર્વી' નામનો પ્રથમભંગ છે. તે સમુત્કીર્તનમાં કહ્યું. 'ત્રિપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વીરૂપ છે' તેવા અર્થનું કથન કરવું, તે ભંગોપદર્શન છે. ભંગના નામના કથન પછી જ તેના વાચ્યાર્થનું કથન શક્ય છે માટે ભંગોપદર્શન કરાવવું તે ભંગસમુત્કીર્તનનું પ્રયોજન છે.
નૈગમન સંમત ભંગોપદર્શનતા :११ से किं तं णेगम-ववहाराणं भंगोवदसणया ?
णेगम-ववहाराणं भंगोवदसणया-तिपएसिए आणुपुव्वी १, परमाणुपोग्गले अणाणुपुव्वी २, दुपएसिए अवत्तव्वए ३, तिपएसिया आणुपुव्वीओ ४, परमाणुपोग्गला अणाणुपुव्वीओ ५, दुपएसिया अवत्तव्वयाई ६ ।