________________
૭૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર- ગુરુ વગેરેના અભિપ્રાયને યથાવત્ જાણવા તે પ્રશસ્ત ભાવોપક્રમ છે. આ પ્રશસ્ત ભાવોપક્રમનું વર્ણન થયું સાથે જ નોઆગમ ભાવઉપક્રમ અને સમુચ્ચય ભાવઉપક્રમનું વર્ણન પૂર્ણ થાય
વિવેચન :
આ સુત્રોમાં(૧૩ થી૧૭માં) ભાવ ઉપક્રમનું સ્વરૂપ છે. ભાવ શબ્દના સ્વભાવ, આત્મા, સત્તા, યોનિ અને અભિપ્રાય, આ પાંચ અર્થ થાય છે. અહીં અભિપ્રાય અર્થ ગ્રહણ કર્યો છે. ભાવ અર્થાત અભિપ્રાયનું યથાવતુ પરિજ્ઞાન તે ભાવ ઉપક્રમ કહેવાય છે. ઉપક્રમ શબ્દના, તેના અર્થના તથા ઉપક્રમ સંબંધી અન્ય વર્ણનના જ્ઞાતા ઉપયોગવાન હોય તો તે આગમ ભાવ ઉપક્રમ કહેવાય છે.
નોઆગમતઃ ભાવ ઉપક્રમમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે પ્રકાર બતાવ્યા છે. સાંસારિક ફળ જનક અન્યના અભિપ્રાયનું પરિજ્ઞાન તે અપ્રશસ્ત ભાવઉપક્રમ કહેવાય છે અને મોક્ષના કારણરૂપ ગુર્નાદિના અભિપ્રાયનું પરિજ્ઞાન તે પ્રશસ્ત ભાવ ઉપક્રમ કહેવાય છે.
અપ્રશસ્ત ભાવોપક્રમમાં સૂત્રકારે ત્રણ ઉદાહરણ આપ્યા છે, યથા– ડોડિણી બ્રાહ્મણી, ગણિકા અને અમાત્ય. (૧) ડોડિણી બ્રાહ્મણી – કોઈ એક ગામમાં ડોડિણી નામે બ્રાહ્મણી રહેતી હતી. તેની ત્રણે દીકરીઓના લગ્ન થયા પછી તેને વિચાર આવ્યો કે મારે મારા જમાઈઓના સ્વભાવ જાણી લેવા જોઈએ અને તે અનુસાર દીકરીઓને શિખામણ આપું, તો તેઓ પોતાના પતિની સાથે તેના સ્વભાવને અનુરૂપ વ્યવહાર કરી જીવન સુખી બનાવી શકે.
બ્રાહ્મણીએ પોતાની ત્રણે દીકરીઓને બોલાવીને કહ્યું કે આજે તમારા પતિ સૂવા આવે ત્યારે કોઈપણ ભૂલ બતાવી તેના મસ્તક પર લાત મારજો અને તેઓ તમને જે કહે તે મને સવારે કહેજો.
રાત્રે ત્રણે કન્યાઓએ માતાના કહેવા પ્રમાણે કોઈપણ બહાને પતિને લાત મારી. જ્યેષ્ઠા કન્યાના પતિએ લાત વાગતા જ તેના પગ પકડી કહ્યું, 'પ્રિયે ! પત્થરથી પણ વધુ કઠોર એવા મારા મસ્તક પર પુષ્પસમા કોમળ ચરણથી પ્રહાર કરતા તારા ચરણને વાગ્યું હશે. તેમ કહી તેના પર હાથ ફેરવવા લાગ્યો.
બીજે દિવસે કન્યાએ માતાને સર્વ વૃત્તાંત જણાવ્યો. માતાએ ખુશ થતાં કહ્યું. બેટા! તું તારા ઘરમાં જે કરવા ધારીશ તે કરી શકીશ. તારા પતિના વ્યવહાર પરથી લાગે છે કે તે તારી આજ્ઞાને આધીન રહેશે.
બીજી કન્યાએ પતિને લાત મારી ત્યારે તેના પતિ થોડા ગુસ્સે થયા અને શબ્દો દ્વારા ગુસ્સો વ્યક્ત કર્યો કે તે મારી સાથે જે વ્યવહાર કર્યો તે કુળવધૂને યોગ્ય નથી. તારે આવું કરવું ન જોઈએ. તેટલું કહી તે શાંત થઈ ગયા.
માતા આ વૃત્તાંત સાંભળી સંતુષ્ટ થતાં બોલી, બેટા! તુ પણ તારા ઘરમાં તારી ઈચ્છાનુરૂપ પ્રવૃત્તિ