________________
|
૮ |
શ્રી અયોગવાર સૂત્ર
૩૧મિતિ - ઉપક્રમ કરાય છે. ભાવાર્થ - પ્રશ્ન ક્ષેત્ર ઉપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હળ, કોદાળી વગેરે દ્વારા ક્ષેત્રનો ઉપક્રમ કરવામાં આવે તે ક્ષેત્ર ઉપક્રમ કહેવાય છે. આ ક્ષેત્ર ઉપક્રમનું વર્ણન થયું.
વિવેચન :
આ સૂત્રમાં ક્ષેત્ર ઉપક્રમનું સ્વરૂપ બતાવ્યું છે. ક્ષેત્રથી અહીં ખેતર ગ્રહણ કરવામાં આવ્યું છે. હળ જોડી, ખેતરને ખેડી, વાવવા યોગ્ય કરાય છે. તે ક્ષેત્ર સંબંધી પરિકર્મ રૂપ ઉપક્રમ છે અને ખેતરમાં હાથી વગેરે બાંધી, ખેતર ખેતીને અયોગ્ય બનાવી દેવું, તે વસ્તુ વિનાશરૂપ ઉપક્રમ છે. હાથીના મળમૂત્રથી ખેતરની બીજોત્પાદનરૂપ શક્તિનો નાશ થાય છે. વાસ્તવમાં ક્ષેત્રથી આકાશ પ્રદેશનું ગ્રહણ થાય પરંતુ આકાશાસ્તિકાય અમૂર્ત છે, તેથી તેમાં ઉપક્રમ થતો નથી, પૃથ્વી વગેરે દ્રવ્ય આકાશના આધારે છે અને મનુષ્યાદિના નિવાસ માટે તે પૃથ્વી આદિ આધારભૂત છે. તેથી વ્યવહાર નયથી પૃથ્વી આદિમાં ક્ષેત્રનો ઉપચાર કરી, ક્ષેત્રના પ્રસંગે અહીં ખેતર રૂપ પૃથ્વીનું ગ્રહણ કર્યું છે.
કાલોપક્રમ :|१२ से किं तं कालोवक्कमे ? कालोवक्कमे जं णं णालियादीहिं कालस्सोवक्क- मणं कीरइ । से तं कालोवक्कमे । શબ્દાર્થ વોવને = કાલોપક્રમ, i = જે, ખસિયાવહિંગ નાલિકા આદિ વડે, વાસ્તવમળ = કાળનું ઉપક્રમણ, વશૌર = કરવામાં આવે છે તે. ભાવાર્થ - પ્રશ્ન- કાલોપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નાલિકા આદિ દ્વારા જે કાળનું યથાવત્ જ્ઞાન થાય તે કાલોપક્રમ છે. આ કાલોપક્રમનું વર્ણન થયું. વિવેચન : -
નાલિકા એટલે છિદ્ર સહિતનું પાત્રવિશેષ, જલઘડી કે રેતઘડી દ્વારા અથવા ખીલા વગેરેની છાયા દ્વારા કાળનું યથાર્થ જ્ઞાન કરવું તે કાલનું પરિકર્મરૂપ ઉપક્રમ છે તથા નક્ષત્ર વગેરેની ચાલના આધારે જે વિનાશ વગેરે થાય, તેનું જ્ઞાન તે વસ્તુ વિનાશરૂપ કાલોપક્રમ છે. દ્રવ્ય ઉપર કાળ વર્તી રહ્યો છે, તેથી દ્રવ્યના વર્ણનથી કાળનું વર્ણન થઈ જાય છતાં પણ સમય, આવલિકા, મુહૂર્ત વગેરે રૂપે કાળનું સ્વતંત્ર અસ્તિત્વ છે, તે બતાવવા કાળ ઉપક્રમનો અલગ નિર્દેશ કર્યો છે.