________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર– ઉપક્રમના છ ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) નામોપક્રમ, (૨) સ્થાપનોપક્રમ, (૩) દ્રવ્યોપક્રમ, (૪) ક્ષેત્રોપક્રમ, (૫) કાલોપક્રમ, (૬) ભાવોપક્રમ.
વિવેચન :
આ સૂત્રમાં ઉપક્રમના પરિચયાત્મક ૬ ભેદોનું કથન છે. આ છ ભેદોમાં તેનો નિક્ષેપ રૂપે સંક્ષિપ્ત પરિચય—સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. તે પછી પાંચમા પ્રકરણમાં ફરીથી અનુક્રમે બીજી રીતે છ ભેદોનું કથન કરી ઉપક્રમનું વિસ્તૃત વ્યાખ્યાન વિવિધ ભેદાનુભેદથી કરવામાં આવશે.
નામ-સ્થાપના ઉપક્રમ
૪
३ णाम-ठवणाओ गयाओ ।
શબ્દાર્થ :- ગામ વગો = નામ અને સ્થાપના ઉપક્રમનું સ્વરૂપ, વાળો = પૂર્વમાં વર્ણિત છે, પૂર્વે થઈ ગયેલ છે.
ભાવાર્થ :- નામ અને સ્થાપના ઉપક્રમનું સ્વરૂપ, નામસ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું અર્થાત્ કોઇ સચેતન કે અચેતન વસ્તુનું ઉપક્રમ એવું નામ રાખવું, તે નામ ઉપક્રમ અને કોઈ પદાર્થમાં 'આ ઉપક્રમ છે' તેવો આરોપ કરવો તે સ્થાપના ઉપક્રમ છે.
દ્રવ્ય ઉપક્રમ :
४ से किं तं दव्वोवक्कमे ? दव्वोवक्कमे दुविहे पण्णत्ते, तं जहाआगमओ य, णोआगमओ य जाव जाणगसरीरभवियसरीरवइरित्ते દ્રવ્યોવને તિવિષે પત્તે, તેં નહીં- સચિત્તે, અવિત્તે, મીસર્ ।
ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– દ્રવ્યઉપક્રમના બે પ્રકાર છે. (૧) આગમતઃ દ્રવ્ય ઉપક્રમ (૨) નોઆગમતઃ દ્રવ્યઉપક્રમ યાવત્ જ્ઞાયકશરીર, ભવ્યશરીર, વ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમ ત્રણ પ્રકારનો કહેલ છે, તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર.
વિવેચન :
સૂત્રકારે દ્રવ્યઉપક્રમના કેટલાક વિષય માટે આવશ્યક પ્રમાણે જાણવા 'નાવ’શબ્દથી સંકેત કર્યો છે, તે આ પ્રમાણે છે. ઉપક્રમ પદના અર્થાધિકારના અનુપયુક્ત જ્ઞાતા આગમદ્રવ્યઉપક્રમ કહેવાય છે. ઉપક્રમ પદને જાણનાર જ્ઞાતાનું મૃતક શરીર જ્ઞાયકશરીર દ્રવ્યઉપક્રમ કહેવાય અને જે બાળક ભવિષ્યમાં