________________
શ્રોતા અને પરિષદ
૩૫ |
બીજું પ્રકરણ
બ
શ્રોતા અને પરિષદ :
DGOGOGOGOG
ZZZZZZZZZZZZZ ZZZZZZZZZZ GOGOGOGOGOGOGOGOGOGOOOOOOOOOOOOOOOOORG
શ્રોતાઓનાં ચૌદ દષ્ટાંત -
તેનષ-સુદા-વાળી, રિપુJMT-ઇસ-મહત-મેરે યા
મા-ઝનૂ-વિરાણી, નાદા-નો-એરિ-આમરી II શબ્દાર્થ :- સંત = ચીકણો ગોળ પત્થર અને પુષ્પરાવર્ત મેઘ, સુડા = ઘડો, વાતft = ચાળણી, પરિપુug 1 = પરિપૂર્ણક, સુઘરીનો માળો, ગરણી, હંસ = હંસ પક્ષી, મહિસ = ભેંસ, મેરે ય = બકરી, મસા = મશક, રજૂ = જળો અથવા ઈતડી, જિરાતી = બિલાડી, નાદ = સેહલો, એક જાતનો ઉંદર, મો = ગાય, ર= ભેરી (એક પ્રકારનું વાજિંત્ર), મામી = આહીર દંપતી. ભાવાર્થ :- (૧) ચીકણો ગોળ પત્થર અને પુષ્પકરાવર્તમેઘ (૨) માટીનો ઘડો (૩) ચાલણી (૪) ગરણી (૫) હંસપક્ષી (૬) ભેંસ (૭) બકરી (૮) મશક (૯) જળો (૧૦) બિલાડી (૧૧) ઉંદર (૧૨) ગાય (૧૩) ભેરી (૧૪) આહીરદંપતી. આ ચૌદ પ્રકારના શ્રોતાજનો હોય છે.
વિવેચન :
શાસ્ત્રના શુભ આરંભમાં, વિનને દૂર કરવા માટે મંગલાચરણરૂપે-સ્વરૂપ અહંતુ આદિનું કીર્તન કરીને પછી જ્ઞાનના પ્રકરણમાં આગમજ્ઞાનની પ્રમુખતાએ તેને શ્રવણ કરવાનો અધિકાર કોને કોને છે? અને કયા પ્રકારના શ્રોતા જ્ઞાન પ્રાપ્તિના અધિકારી હોય છે? એ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે આ ચૌદ દાંતો આપીને શ્રોતાઓનું વર્ણન કરેલ છે અને તેના દ્વારા શ્રોતાઓની યોગ્યતા–અયોગ્યતાને સમજાવી
ઉત્તમ વસ્તુ મેળવવાનો અધિકાર સુયોગ્ય વ્યક્તિને જ હોય છે. જે જિતેન્દ્રિય હોય, વિશુદ્ધ ચારિત્રવાન હોય, જે અતિચારી અને અનાચારી ન હોય, ક્ષમાશીલ હોય, સદાચારી તેમજ સત્યપ્રિય હોય એવા ગુણોથી યુક્ત વ્યક્તિ જ શ્રુતજ્ઞાનનો લાભ મેળવવાનો અધિકારી હોય છે, તે જ સુપાત્ર છે.
આ ગુણોથી વિપરીત જે દુષ્ટ, મૂઢ અને હઠાગ્રહી હોય તેઓ કુપાત્ર છે. તેવા લોકો શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. તેઓ શ્રુતજ્ઞાનથી બીજાઓનું જ નહિ પોતાનું પણ અહિત કરે છે. અહીં સૂત્રકારે શ્રોતાઓની ચૌદ ઉપમાઓ આપી છે તેનો ભાવ આ પ્રમાણે છે–