________________
[ ૩૪]
શ્રી નંદી સૂત્ર
થયા છે, તે = તેઓને, હિરલ = મસ્તક વડે,
પ ણ = પ્રણામ કરીને, બાળસ = જ્ઞાનની, પરવળ = પ્રરૂપણા, વોછ = કરીશ. ભાવાર્થ :- પહેલાંની ગાથાઓમાં સ્તુતિ કરેલ યુગપ્રધાન આચાર્યો સિવાયના જે કોઈ કાલિકસૂત્રોના જ્ઞાતા અને તેના અનુયોગને ધારણ કરનાર ધીરગંભીર જ્ઞાત અજ્ઞાત આચાર્ય ભગવંત થયા છે, તે બધાને પ્રણામ કરીને હું (દેવવાચક) જ્ઞાનની પ્રરૂપણા કરીશ અર્થાત્ પાંચ જ્ઞાનનું વર્ણન કરીશ. વિવેચન :
આ પચાસમી ગાથામાં દેવવાચકજીએ કાલિક શ્રુતાનુયોગના ધર્તા પ્રાચીન તેમજ તયુગીન અન્ય આચાર્યો કે જેઓનો નામોલ્લેખ નથી કર્યો, તેઓને પણ સવિનય શ્રદ્ધાપૂર્વક વંદન કરીને જ્ઞાનની પ્રરૂપણા કરવાની પ્રતિજ્ઞા લીધી. તેનાથી એમ સિદ્ધ થાય છે કે– આ પહેલાની ગાથાઓમાં જે આચાર્યોની સ્તુતિ કરવામાં આવી છે તે પણ કાલિકશ્રુત અનુયોગના ધારણકર્તા હતા. એટલે કે આવા વિશિષ્ટ અનુયોગધર આચાર્યોની અહીં સ્તુતિ કરવામાં આવી છે. તેમાં કેટલાક સમકાલીન પણ છે અને કેટલાય પાટાનુપાટવાળા પણ છે. તાત્પર્ય એ છે કે અહીં વર્ણવેલ સ્તુતિ કોઈ પરંપરા પટ્ટાવલી નથી, માત્ર બહુશ્રુત અનુયોગધરોની સ્તુતિ છે. આ બધા આચાર્યો અંગશ્રુત અને કાલિકશ્રુત ધર્તા ઉદ્ભટ વિદ્વાન હતા. વિશિષ્ટ બુદ્ધિ વડે સુશોભિત હતા. જેઓ શ્રતરત્ન રાશિથી પરિપૂર્ણ હતા, સમગ્ર ઐશ્વર્ય આદિથી સંપન્ન હતા, એવા કાલિક શ્રુતાનુયોગી દરેકને નમસ્કાર કર્યા છે.
અહીં ગાથા ૨૫ થી ૫૦ સુધીમાં દિવંગત આત્માઓની સ્તુતિ કરતાં વડે અથવા વવામિ શબ્દ વડે તેઓને સમ્માનિત કરવામાં આવ્યા છે. તેનું તાત્પર્ય એ છે કે ગુણવાન દિવંગત ચારિત્રાત્માઓનું
સ્મરણ કીર્તન કરતાં તેઓને માટે વરે, વનિ, સિરસાદે શબ્દોનો પ્રયોગ કરી શકાય છે. દિવંગત ચારિત્રાત્માઓની સ્તુતિ અથવા ગુણગાન તેઓની પૂર્વ અવસ્થાની અપેક્ષાએ કરાય છે. ગાથામાં જે "પુલવ" પદ આપ્યું છે તે વક્ષ્યમાણ જ્ઞાનના ભેદ-ઉપભેદનું કથન કરનારા સૂત્રથી અભિપ્રેત છે. દેવવાચકજીએ અંગકૃત, કાલિકશ્રુત તેમજ "જ્ઞાનપ્રવાદ" પૂર્વ રૂ૫ મહોદધિથી સંકલન કરીને જ્ઞાનના વિષયને લઈને આ સૂત્રની રચના કરી છે.
દેવવાચકજી કોણ હતાં? ઉત્તર- દેવવાચક દુષ્યગણિના શિષ્ય દેવેન્દ્ર મુનિ હતા અને સમયાંતરે તેઓએ વાચકપદને પ્રાપ્ત કર્યું હતું. પછી જ તેઓ દેવર્ધિગણી ક્ષમાશ્રમણ બન્યા.
પ્રકરણ : પ્રસ્તુત આગામમાં અધ્યયન વર્ગ કે પ્રકરણ જેવા ભેદ નથી. આ શાસ્ત્ર અખંડ રૂપે એક જ છે. પ્રસ્તુત સંસ્કરણમાં વિષયની અપેક્ષાએ પ્રકરણ શબ્દથી વિભાજન કર્યું છે.
સ્તુતિ ગાથાઓ સંપૂર્ણ છે