________________
| સ્તુતિ ગાથાઓ
હતો. તેઓશ્રી હિતોપદેશ આપવામાં પૂર્ણ સમર્થ હતા.
ગાથા ઓગણચાલીસમાં કહેલ આચાર્યશ્રી નાગાર્જુનના તેઓ શિષ્ય હતા. અહીં સ્તુતિકર્તા શ્રી દેવવાચકે આ ગુરુ અને શિષ્યની સ્તુતિ વચ્ચે બે કૃતધરોને વંદન કરેલ છે. (૧) નાગાર્જુન વાચક (૨) આચાર્ય ગોવિંદ. તે બંને કોના શિષ્ય હતા, તેનો ઉલ્લેખ અહીં કરેલ નથી. (૩૩) શ્રી લોહિત્ય આચાર્ય :- सुमुणिय-णिच्चाणिच्चं, सुमुणिय-सुत्तत्थधारयं वंदे ।
__ सब्भावुब्भावणया, तत्थं लोहिच्चणामाणं ॥ શબ્દાર્થ –ળવળવં = નિત્ય અને અનિત્યરૂપથી દ્રવ્યોને, સુમુલય = સારી રીતે જાણનારા (બીજીવાર), સુભાય = સારી રીતે, સુતાત્ય = સૂત્ર અને અર્થને, ધ = ધારણ કરનારા, સભાનુભાવવા તલ્થ = યથાવસ્થિત ભાવોને સમ્યફ પ્રકારે પ્રરૂપણા કરનારા, નોદિવૂણાની = લોહિત્ય નામના આચાર્યને, વ = હું વંદન કરું છું. ભાવાર્થ :- નિત્ય અને અનિત્યરૂપથી વસ્તુતત્ત્વને સમ્યક રીતે જાણનારા અર્થાતુ ન્યાય શાસ્ત્રના ગણમાન્ય પંડિત, સુવિજ્ઞાત સૂત્રાર્થને ધારણ કરનારા અને ભગવત્ પ્રરૂપિત સભાવોને યથાતથ્ય પ્રકાશનારા એવા શ્રી લોહિત્ય નામના આચાર્યને હું પ્રણામ કરું છું.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં આચાર્ય ગોવિંદ અને ભૂતદિન્ન પછી લોહિત્ય નામના આચાર્યનો પરિચય આપી તેમને વંદના કરેલ છે. મહાન આચાર્ય લોહિત્યમાં ત્રણ ગુણ વિશિષ્ટ કહેલ છે, જેમ કે– (૧) તેઓ પદાર્થના સ્વરૂપને સારી રીતે જાણતા હતા. સર્વ પદાર્થો દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. જૈનદર્શન કોઈ પણ પદાર્થને એકાંત નિત્ય માનતું નથી અને એકાંત અનિત્ય પણ ન માનતું નથી.
(૨) તેઓશ્રી સૂત્ર અર્થના વિશેષજ્ઞ હતા. (૩) તેઓશ્રી પદાર્થોના યથાવસ્થિત પ્રકાશન, પ્રરૂપણ કરવામાં પૂર્ણ દક્ષ હતા અર્થાત્ પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણીને તેની વ્યાખ્યા કરતા હતા. તે વ્યાખ્યા અવિસંવાદી, સત્ય અને સમ્યક્ હોવાથી સર્વ માન્ય હતી.
આ કથનથી એમ સિદ્ધ થાય છે કે– સાધક સૂત્ર અને અર્થને ગુરુમુખથી શ્રવણ કરે અને તેને શ્રદ્ધા સાથે હદયમાં ધારણ કરે. ત્યાર બાદ ચાદ્વાદ શૈલીથી પદાર્થોના યથાર્થ સ્વરૂપનું વિવેચન કરે, ત્યારે જ જનતામાં ધર્મોપદેશનો પ્રભાવ પડી શકે. (૩૪) શ્રી દૂષ્યગણી આચાર્ય :
અત્થ-મહત્થવાળ, કુમળવાખ–દ-વ્યાળિ જે પણ મદુરવાળ, પથગો પણમામિ દૂલfo |
४७