________________
[ ૨૮]
શ્રી નદી સૂત્ર
વિવેચન :
આ ગાથામાં આચાર્યવર્ય હિમવાનના શિષ્યરત્ન, પૂર્વધર શ્રીસંઘના નેતા આચાર્ય નાગાર્જુનની સ્તુતિ સાથે વંદના કરેલ છે.
આચાર્ય નાગાર્જુન સ્વયં કાલિક શ્રુત એટલે અંગ સૂત્રોના અનુયોગના ધારક હતા અને ઉત્પાદ આદિ કેટલાક પૂર્વોના પણ ધારક હતા. તે હિમવંત અર્થાત્ પર્વત તુલ્ય ક્ષમાવાન શ્રમણ હતા. (૩૦) શ્રી નાગાર્જુન વાચક :આ મિડ-મ-સંપvછે, અણુપુત્રિ-વાયત્તમાં પરે !
ओहसुय समायारे, णागज्जुण वायए वदे ॥ શબ્દાર્થ :- નિર-નવ-સંપvણે = મૃદુતા, માર્દવ આદિ ભાવોથી યુક્ત, અનુપુષ્યિ = ક્રમથી, વાયર = વાચકપદને, પત્ત = પ્રાપ્ત, ચોદ-સુય-સમયારે = ઓઘડ્યુતનું સભ્યપ્રકારે આચરણ કરનાર, બાજુનવાણ = નાગાર્જુન વાચકને. ભાવાર્થ -મૃદુ, કોમળ, આર્જવ વગેરે ગુણોથી સંપન્ન, દીક્ષા પર્યાયના ક્રમથી અથવા સૂત્ર અધ્યયનના ક્રમથી વાચકપદને પ્રાપ્ત થયેલ, ઓઘ શ્રુત અર્થાત્ ઉત્સર્ગ વિધિનું સમ્યક્ પ્રકારે આચરણ કરનાર એવા વિશિષ્ટ ગુણસંપન્ન શ્રીનાગાર્જુન વાચકજીને હું નમસ્કાર કરું છું.
વિવેચન :
આ ગાથામાં અધ્યાપનકળામાં નિપુણ, શાંતિસરોવર, વાચક પદથી વિભૂષિત શ્રીનાગાર્જુનનો ઉલ્લેખ મળે છે. તેઓ સકલ ભવ્ય જીવોને પ્રિય લાગતા હતા, માર્દવ શબ્દથી તેઓશ્રીને માર્દવ, આર્જવ, શાંતિ, સંતોષ આદિ ગુણોથી સંપન્ન બતાવ્યા છે. નાગાર્જુને અનુક્રમે વય પર્યાયથી અને શ્રુત પર્યાયથી વાચકત્વ પ્રાપ્ત કર્યું હતું. આ કથનથી એમ પણ સિદ્ધ થાય છે કે અનુક્રમે વૃદ્ધિ પામતાં ગુણો દ્વારા પ્રત્યેક વ્યક્તિ સુશોભિત બને છે. વાચક નાગાર્જુન ઉત્સર્ગ માર્ગ તથા અપવાદ માર્ગ બન્નેના જાણકાર હતા. પહેલાંની ગાથામાં આચાર્ય નાગાર્જુનની સ્તુતિ કર્યા પછી આ ગાથામાં વાચક–ઉપાધ્યાય નાગાર્જુનની સ્તુતિ છે. આ બંને જુદી જુદી વ્યક્તિ છે કારણ કે સૂત્રકારે જુદી જુદી ગાથામાં જુદા જુદા વંદન કરવામાં આવ્યાં છે. તેથી એ પણ સ્પષ્ટ થાય છે કે આ સ્તુતિગાથાઓમાં આચાર્યોની સાથે ઉપાધ્યાયોને પણ સંગ્રહિત કરેલ છે. (૩૧) શ્રી ગોવિંદ આચાર્ય :
गोविंदाणं पि णमो, अणुओगे विउलधारणिंदाणं । णिच्चं खंतिदयाणं परूवणे दुल्लभिंदाणं ॥