________________
સ્તુતિ ગાથાઓ
૨૭ ]
= વિક્રમશાળી, ઉધ-પરમ–મતે = અસીમ ધૈર્ય અને પરાક્રમવાન, સાય-અતરે = અસીમ, સુવિશાળ સ્વાધ્યાયના ધર્તા, હિમવતે = હિમવાન આચાર્ય. ભાવાર્થ :- શ્રી સ્કંદિલ આચાર્ય પછી હિમાલય સમાન વિસ્તૃત ક્ષેત્રમાં વિચરણ કરનાર અથવા મહાન વિક્રમશાળી, અસીમ ધૈર્યવાન અને પરાક્રમી, સુવિશાળ સ્વાધ્યાયના ધારક, આચાર્ય શ્રી સ્કંદિલના સુશિષ્ય આચાર્યશ્રી હિમવાનને હું મસ્તક નમાવીને વંદન કરું છું.
વિવેચન :
આ ગાથામાં મહામના નિમ્નલિખિત વિશેષણ સંપન્ન પ્રતિભાશાળી ધર્મનાયક પ્રવચન પ્રભાવક હિમાવાન નામના આચાર્યને વંદન કરેલ છે.
હિમવાન આચાર્ય હિમવાન પર્વતની જેમ બહુક્ષેત્ર વ્યાપી વિહાર કરનારા હતા. અનેક દેશમાં વિચરણ કરીને, ઉપદેશ દ્વારા અનેક ભવ્યો જીવોને સન્માર્ગે લઈ જતા હતા. એ રીતે જિનમાર્ગને દિપાવતા હતા.
અપરિમિત વૈર્ય અને પરાક્રમથી કર્મશત્રુઓને સાફ કરી રહ્યા હતા. આચાર્યમાં અર્થાત્ શ્રમણોમાં અનંત બળ હોવું જોઈએ, તો જ તે પોતાનું ધ્યેય પૂર્ણ કરી શકે છે. અહીં અનંત શબ્દ અપરિમિત–અસીમ શબ્દનો દ્યોતક છે.
સ્વાધ્યાયમાં અનંત શબ્દ પણ તેમના સ્વાધ્યાયની વિશાળતાની પ્રતીતિ કરાવનારો છે અથવા સુત્ર અનંત અર્થવાળા હોય છે, એમ દર્શાવનાર છે. દ્રવ્ય અનંત પર્યાયાત્મક હોય છે તેથી સ્વાધ્યાયને અનંત શબ્દથી વર્ણવી શકાય છે. આ ગાથામાંથી દરેક જિજ્ઞાસુએ શિક્ષા લેવી જોઈએ કે– વૈર્ય સાથે સંયમમાં પરાક્રમ અને સ્વાધ્યાય કરવાથી આત્મવિકાસ અને અભીષ્ટ કાર્યોની સિદ્ધિ થાય છે.
'૨૬
(૨૯) શ્રી નાગાર્જુનાચાર્ય :
कालिय-सुय-अणुओगस्स, धारए, धारए य पुव्वाणं ।
हिमवंत-खमासमणे, वंदे णागज्जुणायरिए ॥ શબ્દાર્થ :- નિય-સુ-અજુન = કાલિકશ્રુત સંબંધી અનુયોગના ધારક અને પુષ્યાનું = ઉત્પાદ આદિ પૂના, ધારW = ધારણ કરનાર એવા, હિમવંત–ઉમાસમ = હિમવાન પર્વત સમાન ક્ષમાશ્રમણને, નાઝુરિ = શ્રી નાગાર્જુન આચાર્યને.
ભાવાર્થ - કાલિકસૂત્રો સંબંધી અનુયોગના ધારક, ઉત્પાદ આદિ પૂર્વેના જ્ઞાતા, હિમવંત પર્વત સદશ મહાન ક્ષમાશ્રમણ, વિશિષ્ટ જ્ઞાની નાગાર્જુનાચાર્યને હું ભાવથી વંદન કરું છું.