________________
૨૪
શ્રી નદી સૂત્ર
ભાવાર્થ :- જ્ઞાન, દર્શન, તપ અને વિનયાદિ ગુણોમાં સદા ઉદ્યમવંત અને રાગ-દ્વેષ રહિત પ્રસન્નમના આદિ અનેક ગુણોથી સંપન્ન, આર્ય નંદિલ ક્ષમાશ્રમણ(આચાર્ય)ને હું મસ્તક નમાવીને વંદન કરું છું.
વિવેચન :
આ ગાળામાં આર્ય નંદિલ ક્ષમાશ્રમણ વિષે વર્ણન કર્યું છે. આર્ય નંદિલ ક્ષમાશ્રમણ સદા જ્ઞાન, દર્શન, તપ, વિનય અને ચારિત્ર પાલનમાં પ્રયત્નશીલ રહેતા હતા. તેમનું મન સદા પ્રસન્ન રહેતું હતું. જે મુનિધર્મમાં નિત્ય ઉદ્યમશીલ રહે તેનું મન સદા પ્રસન્ન રહે છે. જેમ ત્રણ લોકમાં સુદુર્લભ ચિંતામણિ રત્ન કોઈને મળી જાય તો તે અતિ પ્રસન્ન થઈ જાય છે કેમ જ ભાગ્યવાન વ્યક્તિને ચારિત્રરૂપ ચિંતામણિ નવરત્ન મળી જાય તો તે અતિ પ્રસન્ન થઈ જાય છે. દરેક મુનિઓ માટે આવશ્યક છે કે ચિત્તની પ્રસન્નતા અને અપ્રમત્તભાવથી જ્ઞાન, દર્શન, તપ અને વિનયમાં ઉદ્યમ, એ બન્ને આત્મવિકાસ માટે પરમ આવશ્યક છે.
(૨૪) આર્ય નાગહસ્તી :
वड्डठ वायगवंसो, जसवंसो अज्जणागहत्थीणं ।
वागरण-करण-भंगिय, कम्मप्पयडी पहाणाणं ॥ શબ્દાર્થ :-વાRUર = પ્રશ્નોના ઉત્તર પ્રદાન કરવામાં કુશળ, વિ = અનેક ભંગ વિધિઓના જ્ઞાતા, મૂખડી= કર્મ પ્રકૃતિની પ્રરૂપણા કરવામાં, પણTM = પ્રધાન એવા, અનાદસ્થ = આર્ય નાગહસ્તીના, વાગવતો = વાચકવંશ, નસવો = યશોવંશની માફક, વ8 = વૃદ્ધિ પામો. ભાવાર્થ :- જે પ્રશ્નોના ઉત્તર પ્રદાન કરવામાં નિપુણ, ભાંગા બનાવવાની પદ્ધતિના વિશિષ્ટ જ્ઞાતા તેમજ કર્મપ્રકૃતિ-કર્મસિદ્ધાંતમાં અર્થાત્ તેની વિશેષ પ્રકારે પ્રરૂપણા કરવામાં પ્રધાન, એવા આચાર્ય નંદિલ ક્ષમાશ્રમણના પટ્ટધર શિષ્ય આચાર્યશ્રી આર્યનાગહસ્તીજીનો વાચકવંશ યશોવંશની માફક અભિવૃદ્ધિ પામે.
વિવેચન :
આ ગાથામાં આર્ય નાગહસ્તીજીનો જીવન પરિચય મળે છે. આર્ય નાગહસ્તીજી તે યુગના અનુયોગધરોમાં ધુરંધર વિદ્વાન હતા. તેનો યશસ્વી વાચકવંશ વૃદ્ધિને પ્રાપ્ત થાઓ, એવું કહીને દેવવાચકજીએ પોતાની મંગલ કામના વ્યક્ત કરી છે. સંભવ છે કે વાચકવંશનો ઉદ્ભવ આર્ય નાગ હસ્તીજીથી જ થયો હોય, કેમ કે પ્રસ્તુતમાં દેવવાચકે એની પહેલા અન્ય કોઈ વાચકનો નામોલ્લેખ કર્યો નથી.
જે શિષ્યોને શાસ્ત્રાધ્યયન કરાવે તેને વાચક કહેવાય છે. વાચક ઉપાધ્યાય પદના પ્રતીક હોય છે. " સર્વ વસ" આ પદથી એમ સૂચિત થાય છે કે- જે વંશ ઉજ્જવળ યશપ્રધાન હોય તે વંશની