________________
સ્તુતિ ગાથાઓ
ભદ્રગુપ્તજી (૩) આર્યવજસ્વામી. આ ત્રણે ય આચાર્ય તપ, નિયમ અને ગુણોથી સમૃદ્ધ હતા.
જનતા પર જેમ ન્યાય નીતિમાન રાજા રાજ્ય કરે છે એમ જ આધ્યાત્મિક સાધકો પર આચાર્યદેવનું ન્યાય યુક્ત શાસન હોય છે. તેઓ માર્ગ પ્રદર્શક અને શ્રી સંઘના રક્ષક હોય છે. આર્ય ધર્મજી દઢધર્મી હતા. શ્રી ભદ્રગુપ્તજી ગુપ્તેન્દ્રિય હતા. આર્ય વજસ્વામી તપ અને ચારિત્ર આદિ ગુણોમાં વજસમાન દ ૢ હતા. આર્ય વજસ્વામી વીર નિર્વાણની છઠ્ઠી શતાબ્દીમાં દેવગતિ પામ્યા છે.
(રર) આર્ય રક્ષિત :
३२
શબ્દાર્થ :- નહિં = જેઓએ, ચરિત્તસબ્બલે = સ્વ અને પર દરેક સંયમીઓના ચારિત્રની, રવિય = રક્ષા કરી અને, રયળ પંડળમૂઓ = રત્નની પેટી સમાન, અણુઓનો = અનુયોગની, રજિલ્લો = પણ રક્ષા કરી, જીવળેઅજ્ઞવિશ્વય - આર્ય રક્ષિત તપસ્વીરાજને.
वंदामि अज्जरक्खियखवणे, रक्खिय चरित्तसव्वसे । रयण-करंडगभूओ, अणुओगो रक्खिओ जेहिं ॥
૨૩
ભાવાર્થ : – જેઓએ દરેક સંયમી મુનિઓની અને પોતાના ચારિત્રની રક્ષા કરી તથા જેઓએ રત્નોની પેટી સમાન અનુયોગની રક્ષા કરી તે તપસ્વીરાજ આચાર્ય શ્રી આર્ય રક્ષિતજીને હું વંદના કરું છું.
વિવેચન :
આ ગાથામાં આચાર્ય રક્ષિતજીને વંદના કરેલ છે. આર્યરક્ષિત તપસ્વી હોવા છતાં વિદ્વતામાં બહુ આગળ વધ્યા હતા. તેઓશ્રીની બુદ્ધિ સ્વચ્છ અને નિર્મળ હતી તેથી તેઓએ નવ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓના દીક્ષા ગુરુ તોસલી આચાર્ય હતા. આર્ય રક્ષિતનું જીવન વિશુદ્ધ ચારિત્રથી ઉજ્જવળ હતું. જેમ ગૃહસ્થો રત્નોના ડબ્બાની રક્ષા સાવધાનીપૂર્વક કરે છે, તેમજ તેઓએ અનુયોગની પણ રક્ષા કરી હતી.
કોઈ આચાર્યે લખ્યું છે કે અનુયોગદ્વાર સૂત્રના રચયિતા આર્યરક્ષિતજી હતા. તે સૂત્રમાં તેઓએ શબ્દોના અનુયોગ–સુંદર રીતે અર્થ કરવાની ગંભીર વિધિનું સંકલન કરેલ છે તેથી સૂત્રકારે શ્રદ્ધાપૂર્વક તેઓને અનુયોગરક્ષક કહીને વંદન કર્યા છે.
(૨૩) આર્ય નંદિલ ક્ષમાશ્રમણ :
णाणम्मि दंसणम्मि य, तवविणए णिच्चकालमुज्जुत्तं । अज्जं णंदिल-खमणं, सिरसा वंदे पसण्णमणं ॥
३३
=
શબ્દાર્થ :- બિજ્વાન્ત = પ્રતિક્ષણ, ગુન્નુત્ત – ઉધમવંત, પલળમાં = પ્રસન્નચિત્ત, અન્ત્ વિલવમળ = આર્ય નંદિલ ક્ષમાશ્રમણને, સિરસા વડે = હું મસ્તક વડે વંદન કરું છું.