________________
સ્તુતિ ગાથાઓ
| ૨૧ ]
શબ્દાર્થ હરિયાસં સારું હારિત ગોત્રી સ્વાતિને, ચિં સામi = હારિતગોત્રી શ્યામાર્યને, હોસિયોત્ત = કૌશિક ગોત્રી શાંડિલ્ય અને અન્નનીયધરં = આર્યજીતધર.
ભાવાર્થ :- હારિતગોત્રી આચાર્ય સ્વાતિ અને શ્યામાર્યને હું વંદન કરું છું. ત્યાર પછી કૌશિક ગોત્રીય શાંડિલ્ય અને આર્ય જીતધરને હું વંદન કરું છું.
વિવેચન :
આ ગાથાના ચોથા ચરણમાં આર્યવિશેષણ જીતધરની સાથે જોડાયેલ છે માટે તે જીતધરનું વિશેષણ છે. જો તે શાંડિલ્યનું વિશેષણ હોત તો સહિત ૩નું નીયર એવો પાઠ થવો જોઈએ પરંતુ પાઠમાં સંકિત શબ્દ જુદો છે અને અન્ન શબ્દ નયથર સાથે સમાસ થયેલ છે, માટે શાંડિલ્ય અને જીતધર એમ બે જુદા જુદા કૃતધરોને વંદન કરેલ છે. આમ આ ગાથામાં ચાર અનુયોગધરોને વંદન કરવામાં આવેલ છે. ગત શબ્દનો અર્થ છે શાસ્ત્રીય મર્યાદા, જેને કહ્યું પણ કહેવાય. એ મર્યાદાને ધારણ કરનારને આર્ય જીતધર કહેવાય છે. શાંડિલ આચાર્યના આર્ય જીતધર શિષ્ય હતા અને તે પણ યુગ પ્રધાન આચાર્ય હતા. (૧૦) આર્ય સમુદ્ર :
તિસમુદ વાવ વિત્તિ, રીવલમુકુ નદયાનં.
वंदे अज्जसमुदं, अक्खुभिय समुद्दगंभीर ॥ શબ્દાર્થ - તિલકુ-હાવિર = ત્રણ સમુદ્ર પર્યત પ્રખ્યાત કીર્તિવાન, લવ સમુદેલું દિલi = વિવિધ દ્વીપ અને સમુદ્રમાં પ્રધાનતા પ્રાપ્ત કરનાર, અનgય = ક્ષોભ રહિત, સમુદા મીર = સમુદ્રની માફક ગંભીર, મનસમુદ્ર = આર્ય સમુદ્રને. ભાવાર્થ :- પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ત્રણે દિશાઓમાં રહેલ લવણ સમુદ્રના ત્રણ ભાગોમાં ખ્યાતિ પ્રાપ્ત તેથી વિવિધ દ્વીપ અને સમુદ્રોમાં પ્રધાનતા પ્રાપ્ત, ક્યારે ય પણ ક્ષુબ્ધ ન થતાં સમુદ્રની સમાન ગંભીર આર્ય સમુદ્રજીને હું વંદન કરું છું. વિવેચન :
૨૬
આ ગાથામાં આચાર્ય શાંડિલ્યના ઉત્તરવર્તી આર્યસમુદ્ર નામના આચાર્યને વંદન કરેલ છે અને તેની સાથે તે આચાર્યની મહત્તા અને વિદ્વતાનો પણ પરિચય આપેલ છે. પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાના લવણ સમુદ્રને ગાથામાં ત્રિસમુદ્ર કહેવાયેલ છે. આર્યસમુદ્રની કીર્તિ લવણ સમુદ્ર પર્યત વ્યાપ્ત હતી. કેમ કે આ ભરતક્ષેત્રની સીમા ત્રણ દિશાઓના સમુદ્ર પર્યત છે અને ઉત્તર દિશામાં વૈતાઢય અને હિમવાન પર્વત સુધી છે. પોતાની શુભ કીર્તિ દ્વારા તે આચાર્ય સંપૂર્ણ ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ હતા અથવા