________________
[ ૨૦]
શ્રી નદી સૂત્ર
२७
પછી તેઓશ્રી દેવલોક પધાર્યા. (૪) સ્થૂલિભદ્રજી યુગપ્રધાન આચાર્ય હતા. તેઓશ્રી ૩૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા, ૨૪વર્ષસાધનામાં રહ્યા, ૪૫ વર્ષ આચાર્યપણે વિચર્યા. તેઓશ્રીએ પૂર્વોનું જ્ઞાન આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી પાસેથી પ્રાપ્ત કર્યું. તેઓશ્રી ૯૯ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને વીર સંવત ૨૧૫ માં સ્વર્ગવાસી બન્યા. તેઓશ્રી તે યુગના કામવિજેતા કહેવાતા હતા. આચાર્ય પ્રભવ, શય્યભવ, યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને
સ્થૂલિભદ્રસ્વામી, એ છ આચાર્ય ૧૪ પૂવોના જ્ઞાતા અથોત્ શ્રુતકેવળી હતા. (૯-૧ર) મહાગિરિ, સુહસ્તી, બહુલ અને બલિસ્સહ :- एलावच्चसगोतं, वंदामि महागिरिं सुहत्थि च ।
तत्तो कोसियगोत्तं, बहुलं बलिस्सहं (बहुलस्स सरिव्वयं) वंदे ॥ શબ્દાર્થ –પાશ્વ સોનં એલાપત્ય ગોત્રવાળા, બહરિ સુ0િ= આચાર્ય મહાગિરિને અને સુહસ્તીને, તો ત્યારબાદ, સિય ગોd = કૌશિક ગોત્રીય, વહુ હિં (વહુન્નસ સરળય) બહુલ અને બલિસ્સહ આચાર્યને(બહુલમુનિની સમાનવયને ધારણ કરનારબલિસ્સહ આચાર્યને.) ભાવાર્થ :- એલાપત્ય ગોત્રીય આચાર્ય મહાગિરિ અને આચાર્ય સુહસ્તિી, ત્યાર પછી કૌશિક ગોત્રીય બહુલ અને બલિસ્સહને વંદન કરું છું (અથવા બહુલમુનિની વય જેટલી જ વયવાળા બલિસ્સહ આચાર્યને પણ હું વંદન કરું છું.) વિવેચન :
આ ગાથામાં પહેલાં કામવિજેતા સ્થૂલભદ્રના પ્રમુખ બે શિષ્ય મહાગિરિ અને સુહસ્તીને વંદન કરેલ છે. ત્યાર પછી મહાગિરિના બે શિષ્યોને વંદન કરેલ છે, જે બન્ને સગા ભાઈ હતા, બંને બહુશ્રુત અનુયોગધર હતા.
આ ગાથાના ચોથા ચરણમાં લિપિદોષથી પ્રતોમાં પાઠ અશુદ્ધ થઈ ગયેલ છે. તે અશુદ્ધ પાઠ તર્કસંગત નથી કારણ કે તેમાં એક બલિરૂહને જ વંદન કરેલ છે અને તેનો પોતાનો નામ નિર્દેશ પણ નથી. તેનો પરિચય બહુલની વયની સરખામણીથી આપેલ છે. પ્રાયઃ પ્રતોમાં "વહુનલ્સ સરિધ્વયં" પાઠ જોવા મળે છે. પરંતુ ટીકાકારે બહુલ અને બલિસહ, આ બન્ને ભાઈઓને યુગલપણે વંદન કરવાનું સ્વીકારેલ છે. પ્રાયઃ પ્રતોમાં સ્વીકૃત "રિત્ર” શબ્દ પણ અશુદ્ધ છે. "રિતદ્વય” શુદ્ધ થાય છે માટે પ્રસ્તુત સંસ્કરણમાં શુદ્ધ પાઠ સ્વીકારેલ છે અને પ્રાપ્ત અશુદ્ધ પાઠને કોષ્ટકમાં રાખેલ છે. (૧૩-૧૬) સ્વાતિ, શ્યામ, શાંડિલ્ય અને જીતધર :
हारियगुत्तं साइं च, वंदिमो हारियं च सामज्जं । वंदे कोसियगोत्तं, संडिल्लं अज्जजीयधरं ॥