________________
[ ૧૨ |
શ્રી નંદી સૂત્ર
આધારશિલા છે. તે આધારશિલા શંકા, કંખા આદિ દૂષણરૂપ વિવરોથી રહિત છે. જેમ મેરુ શાશ્વત છે, ચિરંતન છે એમ સંઘમેરુ પણ પ્રતિપળે વિશુદ્ધ અધ્યવસાયથી ચિરંતન છે. જેમ મેરુ ગહન છે અર્થાતુ નક્કર છે એમ સંઘમેરુને તીવ્ર તત્ત્વ વિષયક અભિરુચિ હોવાના કારણે તે નક્કર છે અર્થાત્ સમ્યફ બોધ હોવાના કારણે તેમજ જીવાદિ નવ તત્ત્વ અને ષ દ્રવ્યોમાં નિમગ્ન હોવાના કારણે તે નક્કર છે. જેમ મેરુ રત્નની શૃંખલાથી અલંકૃત છે એમ સંઘમેરુ ઉત્તર ગુણરૂપ રત્ન અને મૂળ ગુણ રૂ૫ સોનાની મેખલાથી અલંકૃત છે. ઉત્તર ગુણ વિના મૂળ ગુણનું મહત્ત્વ નથી માટે ઉત્તર ગુણ રૂપ રત્નથી ઠસોઠસ ભરેલ મૂળ ગુણ રૂપ સુવર્ણની મેખલા વડે સંઘમેરુ અલંકૃત છે. આ રીતે બધી ઉપમાઓ અને તેના વિશેષણો ઘટિત કરી લેવા જોઈએ.
વિશેષાર્થ :- સંઘમેરુની પીઠિકા સમ્યગુદર્શન છે. વિવિધ ધર્મરૂપ સુવર્ણ મેખલા અને રત્નોથી તે સુશોભિત છે. તેમાં યમ, નિયમ અને પરૂપ સુવર્ણની શિલાઓ છે અને પવિત્ર અધ્યવસાયરૂપ દેદીપ્યમાન ઊંચા ફૂટ છે. આગમોનું અધ્યયન, શીલ, સંતોષ આદિ અદ્વિતીય ગુણોરૂપ નંદનવનથી શ્રી સંઘ મેરુ પરિવૃત્ત છે. મનુષ્ય તથા દેવોને તે આનંદિત કરે છે, સંઘમેરુના ગુણરૂપ નંદનવનમાં આવીને દેવો પણ પ્રસન્નતાનો અનુભવ કરે છે.
સંઘમેરુ પ્રતિવાદીઓના કુતર્કમય એકાંતવાદના નિરાકરણ રૂ૫ વિવિધ પ્રકારની ધાતુઓથી સુશોભિત છે, શ્રુતજ્ઞાનરૂપ રત્નોથી પ્રકાશમાન છે અને આમર્ષ આદિ ૨૮ લબ્ધિઓરૂપ ઔષધિઓથી પરિવ્યાપ્ત છે.
સંઘમમાં સંવરરૂપ વિશુદ્ધ ઝરણાઓ વહી રહ્યાં છે. એ ઝરણાઓ સંઘમેના ગળાનો જાણે હાર હોય, એવા શોભી રહ્યા છે. સંઘમેરુની પ્રવચન શાળાઓ જિનવાણીના ગંભીર અવાજથી ગુંજી રહી છે. જે વાણી સાંભળીને શ્રાવકગણરૂપ મયૂરો પ્રસન્ન થઈને નાચી ઊઠે છે અર્થાત્ આનંદવિભોર બની જાય છે.
સંઘમેરુ વિનયધર્મ અને અન્ય ગુણ સમૂહરૂપ વિધુતથી ચમકી રહ્યો છે. પ્રલયકાળના પવનથી પણ મેરુ પર્વત ક્યારે ય વિચલિત થતો નથી. એ જ રીતે સંઘમેરુ પણ અજ્ઞાની જીવો દ્વારા આપવામાં આવતાં પરીષહ અને ઉપસર્ગથી વિચલિત થતો નથી. સંઘમેરુ અત્યંત મનોહર અને નયનરમ્ય છે અને તે અલૌકિક લક્ષ્મીથી શોભાયમાન છે. એવા મહામંદર પર્વતરાજ રૂપ સંઘની સ્તુતિ અને વિનયપૂર્વક વંદન કરતાં સૂત્રકાર ભક્તિ રસમાં લીન બન્યા છે.
છ ગાથાઓમાં દર્શાવેલ મંદર મેરુની વિવિધ ઉપમાઓનું સંક્ષિપ્ત સંકલન આ પ્રમાણે છે:
આધારશિલા રત્નોની આધારશિલા તેની મેખલા સોનાની
સમ્યગુદર્શન શ્રુતધર્મ ચારિત્રધર્મ